No results found

    બાળ સિંહએ સિંહણને ડરાવા કર્યું કંઈક એવું, સિંહણે આપ્યું જોવા જેવું રિએક્શન, જુઓ ક્યૂટ વાયરલ વીડિયો | Lion cub playing hide and seek with his mother video goes viral on social media see this cute Viral video

    વાયરલ ક્લિપમાં એક બાળ સિંહ પાછળથી આવીને તેની માતાને એવી રીતે ડરાવે છે કે તેને જોઈને તમે પણ હસવા લાગશો. આ વીડિયો તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે. વીડિયો (Viral Video)ને 18 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

    બાળ સિંહએ સિંહણને ડરાવા કર્યું કંઈક એવું, સિંહણે આપ્યું જોવા જેવું રિએક્શન, જુઓ ક્યૂટ વાયરલ વીડિયો

    Lioness Viral Video

    Image Credit source: Twitter

    બાળકો હોય કે પછી પશુના બચ્ચા હોય બંને તોફાનની બાબતમાં સરખા છે. સિંહણ અને તેના બચ્ચાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Lion Viral Video) થતા જોઈને એવું લાગે છે. વાયરલ ક્લિપમાં એક બાળ સિંહ પાછળથી આવીને તેની માતાને એવી રીતે ડરાવે છે કે તેને જોઈને તમે પણ હસવા લાગશો. આ વીડિયો તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે. વીડિયો (Viral Video)ને 18 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

    વાયરલ થઈ રહેલો આ વીડિયો એડિનબર્ગ ઝૂનો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક સિંહણ આરામથી બેઠી છે. ત્યારે પાછળથી એક બચ્ચું છુપી રીતે તેની તરફ આવતું જોવા મળે છે. તેને જોઈને એવું લાગે છે કે તે સિંહણ સાથે સંતાકૂકડી રમી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બચ્ચું તેની માતા પર પાછળથી કૂદી પડે છે, જેનાથી સિંહણ ડરી જાય છે. આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે બાળ સિંહે તેની માતાને ડરાવી દીધી. અચાનક પાછળથી આવવાના કારણે સિંહણ પણ ચોંકી જાય છે, પરંતુ નાના સિંહની આ ક્યૂટ સ્ટાઇલ લોકોને પસંદ આવી રહી છે.

    તમે સિંહણ સાથે મસ્તી કરતા નાના બચ્ચાનો વીડિયો જોયો, હવે આવા જ 9 અન્ય વીડિયો જોઈએ જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال