કેમેરામાં કેદ થયું લાઈવ મોત ! હનુમાનજીનું પાત્ર ભજવનાર કલાકાર અચાનક ઢળી પડ્યા, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો | Man performing role of hanumanji dies due to heart attack Video Goes Viral on Social Media see this viral video

આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ક્લિપ (Viral Video)માં જોઈ શકાય છે કે લંકા દહન દરમિયાન વૃદ્ધ નીચે પડી ગયા હતા અને થોડી જ વારમાં તેમનું મોત નીપજ્યું હતું.

કેમેરામાં કેદ થયું લાઈવ મોત ! હનુમાનજીનું પાત્ર ભજવનાર કલાકાર અચાનક ઢળી પડ્યા, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો

Shocking Viral Video

Image Credit source: Twitter

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના એક ગામમાં હનુમાનજીનું પાત્ર ભજવતા એક વૃદ્ધ કલાકારનું રામલીલાના મંચન દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું ત્યારે હંગામો મચી ગયો હતો. ત્યારે વ્યક્તિની પુત્રી અને પત્ની પણ ત્યાં હાજર હતા. પોતાની નજર સામે મરતા જોઈ પત્ની રડી પડી. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ક્લિપ (Viral Video)માં જોઈ શકાય છે કે લંકા દહન દરમિયાન વૃદ્ધ નીચે પડી ગયા હતા અને થોડી જ વારમાં તેમનું મોત નીપજ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં નવરાત્રીના અવસર પર દેવી જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 વર્ષીય રામસ્વરૂપ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. જ્યારે લંકાને આગ લગાડવાનો સમય આવ્યો ત્યારે લગભગ એક મિનિટ પછી તેમને હાર્ટ એટેક આવ્યો. તે પછી તેઓ માથાભર નીચે પડ્યા.

વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે લંકા દહન દરમિયાન જ્યારે તેમની પૂંછડીમાં આગ લાગી ત્યારે તેમને ચક્કર આવે છે અને તેઓ બેભાન થઈને પડી જાય છે. લોકોએ તેમની સંભાળ લીધી ત્યાં સુધીમાં તેઓ કદાચ મૃત્યું પમ્યા હતા.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર VISHNU KUMAR MISHRA નામના યુઝરે શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે, કે રામલીલા દરમિયાન હનુમાનજીનો રોલ કરનારનું મંચ પર મૃત્યું, મોતનો લાઈવ વીડિયો કેમેરામાં થયો કેદ, ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના સલેમપુર ગામમાં એક ચોંકાવારી ઘટના સામે આવી. રામલીલામાં હનુમાનજીની ભૂમિકા ભજવી રહેલ 50 વર્ષીય વ્યક્તિનું મંચ પર જ મૃત્યુ થયું,

પત્ની અનુસુયા સહિત સેંકડો લોકોએ રામસ્વરૂપનું મૃત્યુ લાઈવ જોયું. તેમને બે વર્ષની પુત્રી છે. તે પણ તેની માતા સાથે પંડાલમાં હાજર હતી. ગામના વડા ગુલાબે જણાવ્યું કે રામસ્વરૂપ ફેરી કરીને તેના પરિવારનું ભરણપોષણ કરતા હતા. પતિના મૃત્યુ બાદ રડી રડીને પત્ની અને બાળકોની હાલત ખરાબ છે.