Nobel Prize: સ્વીડનના સ્વાંતે પાબોને લુપ્ત પ્રજાતિઓના જીનોમ સંશોધન માટે મળ્યો નોબેલ | Sweden's Svante Pabo won the Nobel Prize for researching the genomes of extinct species

સ્વાંતે પાઈબોને ફિઝિયોલોજી – મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ પુરસ્કાર લુપ્ત થઈ ગયેલા હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમ સાથે સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો છે.

Nobel Prize: સ્વીડનના સ્વાંતે પાબોને લુપ્ત પ્રજાતિઓના જીનોમ સંશોધન માટે મળ્યો નોબેલ

Svante Paabo, Nobel Prize Winner

સ્વીડનના સ્વાંતે પાબોને (svante paabo) ફિઝિયોલોજી – મેડિસિનનું નોબેલ પારિતોષિક (Nobel Prize) એનાયત કરવામાં આવ્યું છે. તેમને આ પુરસ્કાર વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલ હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જિનેટિક્સ (જીનોમ) સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો છે.

પાબો પેલેઓજેનેટિક્સના સ્થાપકોમાંના એક છે જેમણે નિએન્ડરથલ જીનોમ પર વ્યાપકપણે કામ કર્યું છે. તેઓ જર્મનીના લેઇપ્ઝિંગમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇવોલ્યુશનરી એન્થ્રોપોલોજી ખાતે મેન્જેનેટિક્સ વિભાગના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.