Navsari : સુરખાઇ ખાતે નલ સે જલ અભિયાનની સિધ્ધિનો ઉદઘોષણા કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. નવસારી જિલ્લામાં રૂ.૬૦ કરોડના ખર્ચે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમમાં ૧૦૦ ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Navsari : સુરખાઇ ખાતે નલ સે જલ અભિયાનની  સિધ્ધિનો ઉદઘોષણા કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે નલ સે જલ અભિયાન

નવસારી(Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે નલ સે જલ અભિયાનની સિધ્ધિઓની ઉદ્દઘોષણા કાર્યક્રમ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે. રાજયમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ અમલી બનાવી છે. નવસારી જિલ્લામાં રૂ.૬૦ કરોડના ખર્ચે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમમાં ૧૦૦ ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના ૩૯૪ ગામોમાં ઘરે ઘરે પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળ થી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, પાણી વગર વિકાસ શકય નથી, ગુજરાતની વિકાસયાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજય બનાવવા ગુજરાતે પાણીના સ્રોત ઉભા કરીને છેવાડાના માનવી સુધી પીવાના પાણી પહોંચાડવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અથાગ પ્રયાસ કરી રહ્યા છે

કાર્યક્રમ દરમિયાન નલ સે જલ સિધ્ધિ પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, શાસકપક્ષના નેતાશ્રી શિવેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સરકારના જલ જીવન મીશનનો ઉદ્દેશય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જલ જીવન મિશન અંતર્ગત લાંબાગાળાના પીવાના પાણીના સ્રોતો માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રિચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ પીવાના પાણી માટેના લોકભાગીદારીના અભિગમ પર આધારિત છે અને લોકોને મિશન અંતર્ગત સહભાગીઓને યોજના વિશે વિસ્તૃત માહિતી, શિક્ષણ અને પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

أحدث أقدم