PS-1 Box Office: '‘પોન્નિયિન સેલ્વાન'એ બીજા દિવસે 150 કરોડને પાર કર્યો, આજે બનાવશે ક્યારેય ન બન્યો હોય એવો રેકોર્ડ | PS 1 Box Office Ponniyin Selvan Crosses 150 Crores On Day 2 Will Create Never before Seen Record Today

આ ફિલ્મના શનિવારે જે કલેક્શન આવ્યા છે તે જણાવે છે કે આ ફિલ્મ ભવિષ્યમાં મોટો રેકોર્ડ બનાવશે. ચાલો જાણીએ આ ફિલ્મના બોક્સ ઓફિસ (Box Office) કલેક્શન વિશે.

PS-1 Box Office: '‘પોન્નિયિન સેલ્વાન'એ બીજા દિવસે 150 કરોડને પાર કર્યો, આજે બનાવશે ક્યારેય ન બન્યો હોય એવો રેકોર્ડ

PS-1 Box Office Ponniyin Selvan Crosses 150 Crores

Image Credit source: File photo

Ponniyin Selvan Box Office collection : છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અને સાઉથની ફિલ્મો થિયેટરમાં ધમાલ મચાવી રહી છે. મણિ રત્નમના સમયની ડ્રામા ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન-1 ‘ આ શુક્રવારના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આવનારા સમયમાં આ ફિલ્મ એવા રેકોર્ડ બનાવી શકે છે જે રેકોર્ડ કોઈ ફિલ્મે બનાવ્યા નહીં હોય.આ ફિલ્મનું  શનિવારે જે કલેક્શન  આવ્યું  છે તે જણાવે છે કે આ ફિલ્મ ભવિષ્યમાં મોટો રેકોર્ડ બનાવશે. ચાલો જાણીએ આ ફિલ્મના બોક્સ ઓફિસ (Box Office) કલેક્શન વિશે.

શુક્રવારે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મની બોક્સ ઓફિસ પર જોરદાર શરુઆત થઈ હતી. ઓપનિંગ ડે પર આ ફિલ્મે 83 કરોડ રુપિયાથી વધારે વર્લ્ડ વાઈડ કલેકશન કર્યુ હતુ. આ ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે 36.5 કરોડ રુપિયાની વધારેની કમાણી કરી છે. તમિલનાડુ રાજ્યમાં આ ફિલ્મ 2022ની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ કરનાર ફિલ્મ બની છે. આ ફિલ્મનું જે પ્રકારનું કલેકશન થઈ રહ્યુ છે તેને જોતા ભવિષ્યમાં બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ બનાવશે.

પોન્નિયિન સેલ્વન-1નું ભારતમાં કલેકશન

આ ફિલ્મે બીજા દિવસે શનિવારે 34.60 કરોડ સુધીની કમાણી કરી છે. શુક્રવારે આ ફિલ્મે 36.5 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ આજે 100 કરોડની કમાણી કરી શકે છે.

વર્લ્ડ વાઈડ 150 કરોડ પાર

પોન્નિયિન સેલ્વન – 1 પહેલા દિવસે આખી દુનિયામાં 83 કરોડની કમાણી કરી ચૂક્યુ છે. શનિવારે આ ફિલ્મે 40 કરોડની કમાણી કરી છે. લગભગ પોન્નિયિન સેલ્વન – 1 ફિલ્મે વર્લ્ડ વાઈડ લગભગ 120 કરોડ કમાણી કરી છે. આ આંકડાને જોતા આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 150 કરોડની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મની એડવાન્સ ટિકટ 8 લાખથી વધારે વેંચાઈ છે.

દર્શકોમાં વિક્રમ વેધાનો ક્રેઝ જોવા મળ્યો ન હતો

ફિલ્મનો ક્રેઝ સાઉથમાં પણ યથાવત્ છે. વિક્રમ વેધા એ એક વાર્તા છે. જેમાં એક ગેંગસ્ટર અને પોલિસ વચ્ચેની રોમાંચથી ભરપૂર રમત બતાવવામાં આવી છે. આ ફિલ્મ દક્ષિણની ફિલ્મ ‘વિક્રમ વેધા’ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. બીજા દિવસ સુધી દર્શકોમાં કોઈ ક્રેઝ જોવા મળ્યો નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, શું આ ફિલ્મ ભવિષ્યમાં કંઇક ખાસ કમાણી કરવામાં સક્ષમ છે કે, પછી PS-1 પોતાની છાપ છોડવાનું ચાલુ રાખશે…?