વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પોલીસ સતર્ક, મહિસાગર SOG એ દારુની હેરફેરમાં સંડોવાયેલા આરોપીને રાજસ્થાનથી ઉઠાવ્યો

વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) પહેલા મહિસાગર પોલીસે (Mahisagar Police) સરહદી વિસ્તાર હોવાને લઈ સતર્કતા દાખવી દીધી છે, આ માટે દારુની હેરફેર કરનારા આરોપીઓને નિશાના પર લઈ જેલના હવાલે કરવાની કવાયત શરુ કરાઈ છે

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પોલીસ સતર્ક, મહિસાગર SOG એ દારુની હેરફેરમાં સંડોવાયેલા આરોપીને રાજસ્થાનથી ઉઠાવ્યો

Mahisagar SOG દ્વારા આરોપીને ફાલનાથી ઝડપ્યો

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ (ગુજરાત ચૂંટણી 2022) જાહેર થનારી હોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈ કોઈ ચૂક ના રહી જાય એ માટે પહેલાથી જ પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવતી હોય છે. ચુંટણીઓ દરમિયાન દારુની હેરફેરને અટકાવવા માટે પણ સરદહી વિસ્તારની પોલીસ દ્વારા સતત સતર્કતા દાખવવામાં આવે છે. આવી જ રીતે દારુના વેચાણ અને હેરફેર કરનારા આરોપીઓ પર પણ ચુંટણીઓ પહેલાથી જ કેટલાક સરહદી વિસ્તારની પોલીસ પહેલાથી નજર બનાવી રાખીને તેમને જેલને હવાલે કરતી હોય છે. મહિસાગર પોલીસ (મહિસાગર પોલીસ) ની SOG ટીમ દ્વારા આવી જ રીતે દારુની હેરફેર કરનારા બુટલેગરને રાજસ્થાનથી ઝડપી લાવીને જેલના હવાલે કર્યો છે.

સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા પણ ખાસ પ્રકારે હાલમાં નજર દાખવવા માટે મહિસાગર SP રાકેશ બારોટ દ્વારા સુચનાઓ કરવામાં આવી છે. SP દ્વારા વિધાસભાની ચુંટણીઓને ધ્યાને રાખીને રાઉન્ડ ધ ક્લોક જિલ્લાના સરહદી વિસ્તારોની ચહલ પહલ નજર દાખવવા માટેનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત દારુની હેરફેર કરનારા શખ્શો સામે નોંધાયેલી ફરીયાદના આરોપીઓને પણ ઝડપી લઈને જેલના હવાલે કરવા માટે અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. આ મુજબ આવા આરોપીઓને ઝડપી લેવા માટે PSI કક્ષાના અધિકારીઓ મારફતે કાર્યવાહી હાથ ધરાઈ છે.

રાજસ્થાનથી ઉપાડ્યો આરોપી

SOG PSI કેસી સિસોદીયા અને એચબી સિસોદીયાની ટીમોની રચા કરીને આવા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવાની કવાયત શરુ કરાઈ છે. જેમાં PSI કેસી સિસોદીયાની ટીમ દ્વારા રાજસ્થાનથી આરોપી રાજેશ ઉર્ફે રાજુસિંહ વજેસિંહ રાજપૂતને ઝડપી લેવામાં આવ્યો છે. રાજુને ઝડપી લેવા માટે લુણાવાડા SOG ની ટીમ રાજસ્થાન પહોંચી હતી. રાજુ મૂળ ઉદયપુર જિલ્લાના ગોગુંદાનો રહેવાસી છે, પરંતુ તે પાલી જિલ્લાના ફાલનામાં હોવાની માહિતી બાતમીદારો મારફતે મેળવીને ટીમ દ્વારા ઝડપી લેવાયો હતો. પોલીસથી બચવા ફાલનામાં આરોપી રાજૂ સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતો હતો. એસઓજીની ટીમ દ્વારા તેને ઝડપી લઈને લુણાવાડા લઈ આવવામાં આવ્યો હતો.

રાજુ સામે બાકોરમાં નોંધાયો હતો ગુનો

મહિસાગર જિલ્લાના બાકોર પોલીસ મથકમાં અગાઉ પ્રોહિબિશનનો ગુનો તાજેતરમાં નોંધાયો હતો. જે ગુનામાં પોલીસ દ્વારા તેની ધરપકડ બાકી હતી. પરંતુ આરોપી રાજુ પણ પોલીસને થાપ આપવા માટે વતનનો જિલ્લો બદલીને ફાલના પહોંચી ઓળખ છુપાવીને સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતો હતો. પરંતુ પોલીસ દ્વારા તેના પ્રયાસને નિષ્ફળ બનાવી દઈ ઝડપી લીધો હતો.