Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com અને BBAના પેપર ફૂટવાનો કેસ, FSLની ટીમે તપાસ હાથ ધરી

ગુજરાતમાં(Gujarat)  રાજકોટની  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં(Saurashtra University)  B.Com અને BBAનું પેપર લીક(Paper Leak)  થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે.અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 15, 2022 | 10:33 PM

ગુજરાતમાં(ગુજરાત) રાજકોટની  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) B.Com અને BBAનું પેપર લીક(પેપર લીક) થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે.અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મંગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા.જેને લઇ અલગ અલગ કોલેજો પર શંકા છે.પરંતુ હજી કઇ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે બહાર નથી આવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.COM સેમ-5નું પેપર લીક થવાના મામલે હવે રાજકારણ શરૂ થઇ ગયુ છે.કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકૃષ્ણ ઓઝાએ જણાવ્યું કે રાજ્યમાં વારંવાર પેપર ફૂટવાની ઘટના બની રહી છે.2014થી અત્યાર સુધીમાં 18 પેપર ફૂટ્યા છે.રાજ્યના અનેક જિલ્લામાં કાયમી સરકારી કર્મચારીઓની જગ્યાએ હંગામી કર્મચારીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે તો કાર્યકારી કુલપતિઓ પર જ સવાલ ઉઠાવી દીધો છે.નિદત બારોટે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાંથી કાર્યકારી કુલપતિઓને છૂટા કરી નાખવાની માગ કરી છે.તથા ગિરીશ ભીમાણી પર ભલામણકાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કરી તેમને પણ તાત્કાલિક છૂટા કરવાની માગ કરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્ર યુનિ.નું BBA અને B.COM સેમ-5નું પેપર લીક થયુ હતુ જેને લઇને ભારે વિવાદ થતા રાતોરાત BBAનું પેપર બદલી નાખવામાં આવ્યું હતુ તથા B.COMની પરીક્ષા રદ કરી નાખવામાં આવી હતી.

Previous Post Next Post