Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પેપર લીક મામલે ખુલાસો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ( Veer Narmad University )BA સેમેસ્ટર -3નું સંસ્કૃતનું પેપર લીક થયું હોવાના આક્ષેપ અંગે ખુલાસો કરાયો છે..MTB કોલેજના આચાર્યએ પેપર લીક થયું હોવાના આક્ષેપને ફગાવ્યા છે અને પેપર લીક થયુ હોવાની વાતને રદિયો આપ્યો.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 15, 2022 | 9:52 PM

ગુજરાતના સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (વીર નર્મદ યુનિવર્સિટી)BA સેમેસ્ટર -3નું સંસ્કૃતનું પેપર લીક થયું હોવાના આક્ષેપ અંગે ખુલાસો કરાયો છે..MTB કોલેજના આચાર્યએ પેપર લીક થયું હોવાના આક્ષેપને ફગાવ્યા છે અને પેપર લીક થયુ હોવાની વાતને રદિયો આપ્યો.તેમને કહ્યું કે સંસ્કૃતનું પેપર લીક થયું હોવાના આક્ષેપ પાયાવિહોણા છે.કારણે કે કોલેજમાં સંસ્કૃતનું પેપર હતું જ નહીં તો કેવી રીતે લીક થાય. પ્રથમ દિવસે BA-3સેમેસ્ટરના અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીના ફરજિયાત પેપર હતા.તો સાથે પેપર અને આન્સર કી એક સાથે જ આવતી હોવાથી સીલ તોડ્યું હોવાનો આચાર્યએ ખુલાસો કર્યો છે.

તો બીજી તરફ સત્તાધિશોના ખુલાસા બાદ પણ ABVPના કાર્યકરોએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો…પેપર લીક થયું હોવાના આરોપસર ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો…અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે..સાથે જ ABVPએ MTB કોલેજના સ્ટ્રોંગ રૂમ પાસેના CCTV ફુટેજની માગ કરી છે..ABVPના કાર્યકરોનો આરોપ છે કે MTB કોલેજનું પેપર એક દિવસ પહેલા જ ખોલી નાંખવામાં આવ્યું હતું.

Previous Post Next Post