Saturday, October 15, 2022

નદી કિનારે આરામ કરતા મગર પર જેગુઆરે કર્યો હુમલો, રુવાટા ઊભા કરી દેતો વીડિયો થયો વાયરલ

હાલમાં મગર અને જેગુઆરના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને તમારા રુવાટા ઊભા થઈ જશે.

નદી કિનારે આરામ કરતા મગર પર જેગુઆરે કર્યો હુમલો, રુવાટા ઊભા કરી દેતો વીડિયો થયો વાયરલ

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

ચોંકાવનારો વીડિયો: જંગલનું જીવન ખરેખર જોખમથી ભરપૂર હોય છે. દુનિયામાં આવેલા જંગલમાં રોજ અનેક પ્રાણીઓના શિકાર થાય છે. દરેક દિવસે શાકાહારી અને માંસાહારી પ્રાણીઓએ ચારે તરફ નજર રાખીને જીવવું પડે છે કારણે તેમના પર ચારે તરફથી જીવનું જોખમ હોય છે. હાલમાં મગર અને જેગુઆરના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (વાઈરલ વિડીયો) થયો છે. આ વીડિયો જોઈને તમારા રુવાટા ઊભા થઈ જશે.

આ વાયરલ વીડિયોમાં મગર અને જેગુઆર જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નદી કિનારે એક મગર આરામ કરતા કરતા તે શિકારને શોધી રહ્યો છે. તે પાણીની અંદર જવાનો પ્રયાસ કરે છે. પણ તેવામાં પાછળથી એક જેગુઆર આવે છે અને એક ઝાપટામાં તે મગરને પકડી લે છે. મગર પોતાને છોડાવવાનો પ્રયાસ કરે છે. પણ જેગુઆરની પકડ એટલી મજબૂત હતી કે તે પોતાની જાતને છોડાવી ન શક્યો. જેગુઆરને મોઢામાં દબાવીને આરામથી નીકળી જાય છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે, શિકારી ખૂદ શિકાર હો ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wild_animal_pix નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. 11 હજારથી વધારે લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવો શિકારનો વીડિયો પહેલીવાર જોયો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, જંગલનું જીવન ખરેખર જોમખવાળુ છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.