Vadodara : ગોત્રીમાં NRI દંપતિને લૂંટનારા 6 આરોપીની ધરપકડ, ફરાર 5 આરોપીને ઝડપવા તપાસ તેજ

NRI દંપતિએ બે કિલો સોનું અને કરજણની જમીન વેચી હોવાથી મોટી રકમ ઘરે હોવાની માહિતીના આધારે લૂંટનો કારસો રચ્યો અને 41 તોલા સોના-ચાંદીના દાગીના સહિત 16.90 લાખની રમક લઈને ત્રણ લૂંટારૂઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 15, 2022 | 9:17 AM

વડોદરાના ગોત્રી વિસ્તારની (ગોત્રી વિસ્તાર)  મુદ્રા સોસાયટીમાં NRI દંપતિને બંધક બનાવી લાખોની લૂંટ ચલાવનારા 6 આરોપી ઝડપાયા છે. વડોદરા ક્રાઈમ બ્રાંચે (વડોદરા ક્રાઈમ બ્રાન્ચ) સીસીટીવી (CCTV) અને બાતમીના આધારે 6 આરોપીની ધરપકડ કરી છે.  જો કે લૂંટના(લૂંટ) ગુનામાં સામેલ 5 આરોપી હજી ફરાર છે. આ લૂંટના ગુનામાં એક કિશોરની પણ સંડોવણી સામે આવી છે. NRI દંપતિએ બે કિલો સોનું અને કરજણની જમીન વેચી હોવાથી મોટી રકમ ઘરે હોવાની માહિતીના આધારે લૂંટનો કારસો રચ્યો અને 41 તોલા સોના-ચાંદીના દાગીના સહિત 16.90 લાખની રમક લઈને ત્રણ લૂંટારૂઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા. લૂંટમાં સામેલ એક આરોપી વિકી ઘોષ અગાઉ નવાપુરા અને વલસાડમાં લૂંટ અને ખંડણીના ગુનામાં પણ ઝડપાયો હતો.

બંદૂકની અણીએ ગઠિયાઓએ કરી લાખોની ચોરી

તમને જણાવવું રહ્યું કે,  મૂળ કરજણના વતની પરંતુ લાંબા સમયથી જર્મની માં વસવાટ કરતા દિપક ભાઈ પટેલ અને દિવ્યા બેન પટેલ લૂંટની રાત્રે અંદાજે 8 વાગ્યાના સુમારે પોતાના ઘરના કમ્પાઉન્ડ ના હિંચકા પર બેઠા હતા, ત્યારે બાઇક પર આવેલા ત્રણ લૂંટારુઓ અચાનક ઘરમાં ઘુસી જઈ ફિલ્મી ઢબે રિવોલ્વર બતાવી ધાકધમકી આપી બાનમાં લઈ દિપક ભાઈ અને દિવ્યા બેનને સેલો ટેપ થી બાંધી બંધક બનાવી 50 તોલા થી વધુ સોનુ તથા રોકડા રકમ ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

Previous Post Next Post