Tuesday, October 18, 2022

Video : અમદાવાદમાં આજથી 4 દિવસ એર શો નું આયોજન, સારંગ હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં આજથી 4 દિવસ ‘એર શો’નું આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર એરશોનો આરંભ થયો છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો હાઈટેક એરક્રાફટ સાથે કરતબો જોવા મળશે. રિવરફ્રન્ટ ખાતે 22 ઓક્ટોબર સુધી રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી એર-શો યોજાશે. જેમાં પહેલીવાર ‘સારંગ’ હેલિકોપ્ટરના કરતબો જોવા મળશે

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 18, 2022 | સાંજે 6:51

અમદાવાદમાં(અમદાવાદ) આજથી 4 દિવસ ‘એર શો’નું(એર શો) આયોજન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ(નદી ફ્રન્ટ) પર એરશોનો આરંભ થયો છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો હાઈટેક એરક્રાફટ સાથે કરતબો જોવા મળશે.રિવરફ્રન્ટ ખાતે 22 ઓક્ટોબર સુધી રોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી એર-શો યોજાશે. જેમાં પહેલીવાર ‘સારંગ’ હેલિકોપ્ટરના કરતબો જોવા મળશે. તો સુર્યકિરણ ટિમ સાથે સુખોઈ, ચિનૂક જેવા યુદ્ધ વિમાનના દિલધડક પ્રદર્શન જોવા મળશે.. ખાસ કરીને ફાઈટર જેટના એર શોમાં તિરંગાના રંગોનું ફોર્મેશન બનાવાશે તેમજ આપદામાં જવાનોની બચાવ કામગીરીનો ડેમો પણ કરવામાં આવશે. સારંગ હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સારંગ હેલિકોપ્ટર પર લાલ અને સફેદ રંગની આકર્ષક ડિઝાઈન સાથે બંને તરફ મોરનું ચિત્ર વિશિષ્ટ  આકર્ષણ ઉભૂ કરે છે. વિશ્વની શ્રેષ્ઠ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ સારંગ સાથે ઉડાન ભરશે. એર શોના રંગારંગ કાર્યક્રમથી અમદાવાદના લોકો મંત્રમુગ્ધ બનશે તેમજ શસ્ત્રોને નિહાળીને દેશભક્તિની ભાવના ઉજાગર થશે.

આ ઉપરાંત અમદાવાદમાં ત્રણ દિવસ ‘નો યોર એરફોર્સ’નું આયોજન કરવામાં આવ્યું.રાજ્યપાલે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન આજે અને આવતીકાલે એમ બે દિવસ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે..આ એક્ઝિબિશન કમ કરિયર ડ્રાઈવમાં લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જેથી વધુમાં વધુ યુવાનો ભારતીય વાયુસેનામાં જોડાય. ખાસ કરી યુવાનોમાં ફાયટર જેટને લઈ ખાસ ઉત્સાહ હોય છે અને તેને લઈને પ્રદર્શનના માધ્યમથી સંદશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.સાથે જ ભારતીય વાયુસેના પાસે આવા ફાયટર પ્લેનની તાકાત કેટલી છે તે પણ જણાવવામાં આવે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.