VIDEO : સ્વદેશી ફટાકડાની બોલબોલા ! ગુજરાતના 'શિવાકાશી' તરીકે ઓળખ મેળવનાર આ ગામમાં દિવાળી આપે છે રોજગારીનો ઉજાસ

ગુજરાતમાં (Gujarat) ફટાકડા બનાવતી સૌથી વધુ ફેક્ટરીઓ વાંચ ગામમાં આવેલી આવેલી છે. ગામમાં આશરે 10 હજારની વસ્તી છે જેમાંથી 70 ટકા લોકો ફટાકડા બનાવવાના ધંધા સાથે સંકળાયેલા છે.

VIDEO : સ્વદેશી ફટાકડાની બોલબોલા ! ગુજરાતના 'શિવાકાશી' તરીકે ઓળખ મેળવનાર આ ગામમાં દિવાળી આપે છે રોજગારીનો ઉજાસ

ગુજરાતનું ‘શિવાકાશી’ તરીકે ઓળખાતું વંચ ગામ

દિવાળી 2022 : દિવાળી જેમ મિઠાઈ વિના મોળી છે, તેમ જ ફટાકડા (ફટાકડા) વિના પણ અધુરી છે.  ફટાકડા ફોડવાના શોખીન દિવાળી દરમિયાન હજારોના ફટાકડા ફોડી નાખે છે. આમ તો તમિલનાડુનું શિવા કાશીને ફટાકડાનું હબ ગણવામાં આવે છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદ જિલ્લાના એક ગામ જ ગુજરાતનું (ગુજરાત) શિવાકાશી તરીકે ઓળખાય છે, એટલે કે અહીં સૌથી વધારે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે.

‘આત્મનિર્ભર ભારત’ કેમ્પેઈનને પગલે ઉદ્યોગને વેગ

અમે વાત કરીએ છીએ અમદાવાદ (અમદાવાદ) નજીક આવેલું રામોલ પાસેનું વાચ ગામ છે કે જેમણે ગુજરાતના  ફટાકડાના હબ તરીકે ઓળખ મેળવી છે.  જ્યાં સૌથી વધારે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે અને વર્ષોથી અહીંના વેપારીઓ ફટાકડાની ફેક્ટરીમાં જોડાયેલા છે. એટલું જ નહીં વર્ષોથી આ જ વ્યવસાય સાથે જોડાઈને લોકો તેના જીવનનું ગુજરાન ચલાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંચ ગામમાં સૌથી વધારે આઉટલેટ સ્ટોર (આઉટલેટ સ્ટોર) જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં સૌથી વધુ ફટાકડા બનાવતી ફેક્ટરીઓ વાંચ ગામમાં આવેલી આવેલી છે. ગામમાં આશરે 10 હજારની વસ્તી છે જેમાંથી 70 ટકા લોકો ફટાકડા બનાવવાના ધંધા સાથે સંકળાયેલા છે. સાથે જ દેવદિવાળીનું પર્વ પૂર્ણ થતાની સાથે જ ફરી ગામના લોકો ફટાકડા બનાવવાની કામગીરીમાં જોતરાઈ જાય છે. અહીંયા ફાયર સેફ્ટી (અગ્નિ સુરક્ષા) સાથે ગ્રીન ફટાકડાની વધારે ડિમાન્ડ હોવાના કારણે સૌથી વધારે ગ્રીન ફટાકડા પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. આ સાથે જ પીએમ મોદીના મેક ઈન ઈન્ડિયા, વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવા કેમ્પેઈનને કારણે પણ આ ઉદ્યોગને વેગ મળ્યો છે.

અન્ય રાજ્યોમાં પણ આ ફટાકડાની માંગ

અમદાવાદના વાંચ ગામમાં બનતા ફટાકડા માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોના વેપારીઓ પણ ખરીદવા આવે છે. હોલસેલમાં ફટાકડાનો વેપાર કરતા નાના-મોટા તમામ વેપારીઓ અહીંથી જ ફટાકડાની ખરીદી કરવાનું પસંદ કરે છે. ફક્ત વેપારીઓ જ નહીં પણ ફટાકડા ફોડવાની શોખીનો પણ અહીંથી જ ફટાકડાની ખરીદી કરે છે.

વાંચ ગામને ગુજરાતના શિવા કાશી (શિવ કાશી) તરીકેની ઓળખ મળી છે, ત્યારે ગામના મહિલા સરપંચ પણ આ વ્યવસાય માટે ગામના દરેક પરિવારની પડખે ઉભા છે. સરપંચનું કહેવું છે કે તેમનું ગામ આત્મનિર્ભર છે અને પોતાના ગામની આ ઓળખને સાર્થક કરવા માટે તેઓ પણ ગામના દરેક વ્યક્તિને મદદ કરવા તત્પર છે. સ્વાભાવિક છે કે ફટાકડા વગર દિવાળીનો તહેવાર અધૂરો છે, ત્યારે અમદાવાદના વાંચ ગામના લોકો સાચા અર્થમાં લોકોના જીવનમાં ઉજાસ પાથરી રહ્યા છે.

Previous Post Next Post