સેન્સ પ્રક્રિયામાં શિસ્તભંગ ! રાજકોટની આ બેઠક પર નિરીક્ષકો ટેકેદારોને સાંભળ્યા વગર નીકળી જતા હોબાળો, જુઓ VIDEO
રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા નિરીક્ષકોને રસ્તા વચ્ચે અટકાવવામાં આવ્યા હતા. જે બાદ નિરીક્ષકો ફરી રાણીંગા વાડી ખાતે પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈને ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા હતા.
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોએ ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર નીકળી જતા હોબાળો સર્જાયો હતો. અપેક્ષિત કાર્યકર્તાઓ અને દાવેદારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિવિધ સમાજ અને સંસ્થા તથા ટેકેદારોએ પોતાની વાતની રજૂઆત કરી હતી પરંતુ તે બાબતે દુર્લક્ષતા દાખવીને નિરીક્ષકો રાણીંગા વાડીમાંથી નીકળી ગયા હતા અને રોષે ભરાયેલા કાર્યકરો દ્વારા તેમને રસ્તા વચ્ચે અટકાવવામાં આવ્યા હતા જેને પગલે નિરીક્ષકો ફરી રાણીંગા વાડી ખાતે પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈને ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા હતા.
રોષે ભરાયેલા કાર્યકરોએ નિરીક્ષકોને રસ્તા વચ્ચે અટકાવ્યા
તો બીજી તરફ રાજકોટ-વિધાનસભા પશ્વિમની (રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક) સેન્સ દરમિયાન જુથવાદ સામે આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવેદારી નથી કરી પરંતુ તેનું નામ સામે આવતા વિવાદ સર્જાયો છે. ભાજપનું એકજુથ સેન્સ પ્રક્રિયા દબાણ પૂર્વક ચાલતી હોવાનો ગણગણાટ થયો હતો. વિધાનસભામાં આવતા વોર્ડના હોદ્દેદારોને ફરજીયાત સેન્સ આપવા દબાણ કરતી હોવાની વાત સામે આવતી. શહેર ભાજપ પ્રમુખ સહિતના વિધાનસભા 69ના દાવેદારો દ્રારા નિરીક્ષકો સુધી પહોંચાડી હોવાની ચર્ચા થઈ હતી
Post a Comment