Sunday, November 27, 2022

ચૂંટણીમાં લોકો મતદાન કરે તેના માટે સાબરમતી રિવરફ્રન્ટ પર રન ફોર વોટનું આયોજન, 15 હજારથી વધુ લોકોએ ભાગ લીધો | Run for Vote organized on Sabarmati riverfront for people to vote in elections, more than 15 thousand people participated

અમદાવાદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રન ફોર વોટ નું આયોજન અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. લોકો મતદાન કરે અને જાગૃત થાય તેના માટે યોજાયેલી આ દોડમાં 15,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. લોકો વધુમાં વધુ વોટ કરવા પ્રેરિત થાય તેના માટે આ રન પર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદનથી ઇન્કમટેક્સ સુધી આ રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેર અને જિલ્લા સહિતના ગામડાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લોકોએ ભાગ લીધો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લાના અંદાજે 15000 જેટલા શિક્ષકો દ્વારા રન ફોર વોટ માટે મેગા મેરાથન દોડ કરવામાં આવી હતી. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મતદાન જાગૃતિ આવે તેના માટે શિક્ષકોએ આ પ્રયાસ કર્યો હતો અને મોટી સંખ્યામાં તેઓ હાજર રહ્યા હતા.

પ્રથમ વખત મતદાન કરનાર યુવતી ખુશીએ જણાવ્યું હતું કે મત આપવો એ ખૂબ જ જરૂરી છે અને હું સૌ પ્રથમવાર મતદાન કરવાની છું ત્યારે મને ઉત્સાહ છે લોકોને અપીલ છે કે મતદાન કરવું જોઈએ અને યુવાએ તો ખાસ પોતાના ભવિષ્ય માટે મતદાન કરવું જોઈએ. જ્યારે ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે દરેક લોકોએ મત આપવો જોઈએ આવનારા પાંચ વર્ષ પોતાના ભવિષ્ય અને સારી સરકાર માટે મતદાન કરવું જોઈએ સરકાર દ્વારા આજે જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સારું છે.

યુવા મતદાર ભારતી પ્રજાપતિએ જણાવ્યું હતું કે આજે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મતદાર તરીકે ભાગ લીધો હતો. દરેક યુવાનોએ મતદાન કરવું જ જોઈએ. દરેક લોકોએ મતદાન કરવું જ જોઈએ અને જો કોઈ પાર્ટીને તમે મત આપવા ન માંગતા હોય તો પણ મોટા દબાવી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ.

રન ફોર વોટમાં ભાગ લેવા આવેલા 50 વર્ષે પૌરવી જોશીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટે આજે રન પર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારો આ દોડનો એક જ ઉદ્દેશ્ય હતો કે આજે હું 50 વર્ષે પણ જો મતદાન માટે દોડમાં ભાગ લઈ શકું તો તમે પણ મારી સાથે આ જાગૃતિ અભિયાનમાં ભાગ લો અને તમામ લોકોને અપીલ કરી હતી કે મતદાન કરવું જોઈએ. દરેક વોટ નું ખૂબ જ મહત્વ છે. તમારે જે પણ રાજકીય પાર્ટીને આપવો હોય તેને આપી શકો છો. કોઈ પાર્ટીને મત ન આપવો હોય તો નોટા દબાવી શકો છો પરંતુ મતદાન મથક સુધી મત આપવા માટે જરૂર જવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: