રાજકોટ15 મિનિટ પહેલા
- કૉપી લિંક

EVM સાથે કર્મચારીઓને મતદાન મથકોએ પહોંચાડવાની તૈયારી,
આવતીકાલે 1 ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠક પર આજે EVM ડિસ્પેચ કરવામાં આવશે. આ અંગે કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે. રાજકોટની 8 બેઠકમાં 1025 મતદાન મથક સંવેદનશીલ છે. આઠેય બેઠક પર કુલ 12 હજાર કર્મચારીઓ તહેનાત રહેશે.
આજે બૂથની ચકાસણી કરવામાં આવશે
વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાન આડે હવે કલાકો બાકી રહી છે. 29મીએ સાંજના સમયે મતદાન મથકો પર ક્યા કર્મચારીઓ જશે તેના માટે અંતિમ ત્રીજું રેન્ડમાઈઝેશન કરાયું હતું અને 2264 મતદાન મથક માટે 12000થી વધુ કર્મચારીની ફાળવણી કરાઈ છે જે તમામ આજે પોત પોતાના મતદાન મથકો માટે જવા રવાના થશે.

કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
કર્મચારીઓને EVMની ફાળવણી કામગીરી શરૂ
કર્મચારીઓને જે તે મતદાન મથકો ફાળવી દીધા બાદ તમામને આજે જ મતદાન મથક ચકાસવા માટે આદેશ અપાયો છે. સવારે કર્મચારીઓ જે તે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર પહોંચ્યા છે. અહી EVMની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમજ ચૂંટણીને લઈને આવશ્યક સૂચનાઓ આપવામાં આવી રહી છે. પોલિંગ ટીમો EVM સાથે લઈને હથિયારધારી પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથક પહોંચશે અને પૂર્વ સંધ્યા સુધીમાં ત્યાં તૈયારીઓ યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરશે.

મતદાન મથકો સુધી EVM ડિસ્પેચ કરવાની તૈયારી.
200થી વધુ ઝોનલ અધિકારી નિમાયા
આવતી કાલે સવારે 7 વાગ્યે એટલે કે મતદાન શરૂ થવાના એક કલાક પહેલા ત્યાં પહોંચીને EVM, વીવીપેટ, શાહી તેમજ મતદાર યાદી સહિતના દસ્તાવેજો રાખીને મતદાન માટે તૈયાર રહેશે. સમયસર પહોંચવા માટે 80થી વધુ બસની ફાળવણી કરાઇ છે. પોલિંગ ટીમોની ઉપર 200થી વધુ ઝોનલ અધિકારી નિમાયા છે. પોલિંગ ટીમ સ્થળ પર પહોંચી ગયા બાદ તે ઝોનલ ઓફિસરને રિપોર્ટ કરશે જે ચૂંટણી અધિકારીને રિપોર્ટ આપશે. અહીં EVM રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર ઊભા કરાયા છે ત્યાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

80થી વધુ બસની ફાળવણી કરાઇ
આ રીતે કરાઈ છે ફરજની ફાળવણી
કુલ સ્ટાફ- 12000
પ્રિસાઈડિંગ ઓફિસર- 2491
પ્રથમ પોલિંગ અધિકારી- 2491
મહિલા પોલિંગ અધિકારી- 2815
રાજકોટમાં મતદાન મથકો
કુલ મતદાન મથક- 2264
જિલ્લામાં મતદાન મથક- 1080
મનપા વિસ્તારમાં મથક- 1184
શહેરી વિસ્તારમાં મથક- 1313
ગ્રામ્ય વિસ્તારમાં મથક- 950
સંવેદનશીલ મતદાન મથક- 725
સંવેદશનીલ મતદાન સ્થળ- 300