પાકિસ્તાની યુવકે B Praakના સોન્ગમાં નાખ્યુ નવુ ટ્વિસ્ટ, ભારતીયો થયા મંત્રમુગ્ધ!
પાકિસ્તાનીઓ ઘણીવાર ભારતીય સોન્ગ ગાતા જોવા મળે છે. સંગીત સીમાઓથી આગળ એક અલગ જ ભાવના લઈને આવે છે. હાલમાં આ વાતની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram
ભારતીય સોન્ગ માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં પ્રખ્યાત છે. સંગીતને કોઈ સીમા નથી નડતી. પાકિસ્તાનમાં પણ બોલિવૂડના સોન્ગના અનેક ચાહકો છે. પાકિસ્તાનીઓ ઘણીવાર ભારતીય સોન્ગ ગાતા જોવા મળે છે. સંગીત સીમાઓથી આગળ એક અલગ જ ભાવના લઈને આવે છે. હાલમાં આ વાતની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂતકાળમાં ભારતીય ગીતો ગાતા અને તેના પર ડાન્સ કરતા પાકિસ્તાની લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
1 વર્ષ પહેલા સિંગર બી પ્રાકનું સુપરહિટ પંજાબી સોન્ગ મન ભરૈયા રિલીઝ થયુ હતુ. આ ગીતને આજે પણ હજારો લોકો સાંભળે છે. પાકિસ્તાની યુવક આજ સોન્ગમાં નવુ ટ્વિસ્ટ લાવીને તેને અલગ અંદાજમાં ગાતો જોવા મળે છે. તેણે ઓરિજનલ સોન્ગના શબ્દો બદલીને તેમાં પોતાની નથી લાઈન ઉમેરી છે. આ પાકિસ્તાની યુવકે ખુબ સુંદર રીતે આ સોન્ગ ગાયુ હતુ. આ યુવક એક રુમમાં છે અને તેની આસપાસ તેના મિત્રો પણ આ સોન્ગ તેની સાથે ગાતા જોવા મળે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે વાહ શું સ્વર છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ખુબ સરસ, દિલને સ્પર્શી ગયુ આ સોન્ગ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલા સરસ શબ્દો, કેટલું સરસ સોન્ગ.
ઈન્સ્ટાગ્રામ પર આ વાયરલ થયેલો આ વીડિયો અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે લોકો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ વીડિયો મુકી રહ્યા છે. આ પાકિસ્તાની યુવક કોણ છે તે જાણવા નથી મળ્યુ પણ તેની કળાની ખુબ પ્રશંસા થઈ રહી છે.
Post a Comment