ચૂંટણી જાહેર થતાં જ 'આપ'ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો બળવો

[og_img]

  • ખેડા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો બળવો
  • પક્ષના તમામ 35 જેટલા હોદ્દેદારોના રાજીનામા
  • ‘આપ’એ પૈસા લઈને ટિકિટ આપી હોવાનો આક્ષેપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષ દ્વારા વિધાનસભાની સીટ માટે ઉમેદવારની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ‘આપ’ દ્વારા ટિકિટ માટે પૈસા માંગવામાં આવે છે. જેની ઑડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જેમાં 4 થી 5 લાખ રૂપિયા માંગ્યા હોવાનો ઉલ્લેખ થયો છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામા આવતા વિરોધ જોવા મળી રહ્યો છે. દિલ્હીની આપની ટીમ દ્વારા ધમકી આપ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

Previous Post Next Post