Tv9 Exclusive : આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ કહ્યું, રાજકારણમાં શોખથી નહિ મજબૂરીથી આવ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો જાહેર કર્યા છે.. અમદાવાદમાં દિલ્લીના સીએમ અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. CM પદના ઉમેદવાર જાહેર થયા બાદ ઈસુદાન ગઢવી સાથે ટીવીનાઇને વિશેષ મુલાકાત કરી હતી. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજકારણમાં શોખથી નથી આવ્યો પરંતુ મજબૂરી છે

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 04, 2022 | 5:43 p.m

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો જાહેર કર્યા  છે.. અમદાવાદમાં દિલ્લીના સીએમ અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. CM પદના ઉમેદવાર જાહેર થયા બાદ ઈસુદાન ગઢવી સાથે ટીવીનાઇને વિશેષ મુલાકાત કરી હતી. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજકારણમાં શોખથી નથી આવ્યો પરંતુ મજબૂરી છે. લોકોની સમસ્યાઓ જોયા બાદ તેને ઉકેલવાની સંકલ્પ સાથે રાજકારણ આવ્યો છું. સંઘર્ષ ખૂબ છે. મુદ્દાની રાજનીતિનો નવો વિકલ્પ અરવિંદ કેજરીવાલ મળ્યા અને તેમની મુલાકાત બાદ મે રાજનીતિમાં આવવાનો વિચાર કર્યો અને રાજકારણમાં પ્રવેશ કર્યો. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની એમ પહેલા દિવસથી વીજ બીલ માફ કર્યું છે. જો કોંગ્રેસ અને ભાજપ હોત તો આ કામ સાડા ચાર વર્ષ બાદ કર્યું હોત અમારામાં અને એમનામાં આજ ફરક છે.

ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં કહ્યું  હતું કે – તેઓ પહેલા રાજકારણમાં આવવા નહોતા માગતા.. પરંતુ લોકોની પીડા દૂર કરવા માટે તેઓ રાજકારણમાં જોડાયા છે.. તેમણે કહ્યું કે- તેઓ પત્રકાર હતા તે સમયે ખેડૂતો, શ્રમિકો અને બેરોજગારોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ ખેડૂતોનું હિત મારી માટે આત્મા સમાન છે.

ઇસુદાન ગઢવીએ  આ જવાબદારી સોપવા માટે માન્યો આભાર

ઇસુદાન ગઢવીએ સીએમ પદના ઉમેદવાર તરીકે  નામ જાહેર થતા સૌનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે  મારામાં વિશ્વાસ રાખો, મારા જેવા સામાન્ય માણસને આટલી મોટી જવાબદારી આપવા માટે હું આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ જી અને ખાસ કરીને ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર કહેવા માંગુ છું

Previous Post Next Post