રાજકીય શોક: પાટણમાં મોરબી હોનારતના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

[og_img]

  • મોરબી હોનારતને પગલે ગુજરાત સરકારે આજે જાહેર કર્યો હતો રાજકીય શોક
  • ધ્વજને અડધી કાઠીએ લહેરાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી
  • ભાજપના આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ કેન્ડલ માર્ચ યોજી

ગુજરાત સરકાર દ્વારા મોરબીમાં બનેલી ઝુલતા પુલની દુર્ધટનાને લઈને બુધવારના રોજ સમગ્ર ગુજરાતમાં એક દિવસીય શોક જાહેર કરી રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવી દુર્ધટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે, પાટણ શહેર ભાજપ દ્વારા મોરબી હોનારતમાં અવસાન પામેલા દિવંગંત આત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શહેરના બગવાડા દરવાજા ખાતે કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો.

આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિત વિવિધ એનજીઓનાં પ્રતિનિધીઓએ ઉપસ્થિત રહી મૃતાત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધા સુમન સમર્પિત કર્યા હતાં.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, સહિત વિવિધ સેવાકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post