Gujarat Election 2022: સાંસદ રમેશ ધડૂક, અનિરૂદ્ધ સિંહ અને જયંતિ ઢોલ સાથે દેખાતા ગોંડલમાં નવા જૂનીના એંધાણ વરતાયા

નોંધનીય છે કે જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથ વચ્ચે ભાજપની (BJP) ટિકિટ લેવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. જો કે, આ વચ્ચે રીબડા જૂથ દ્વારા પોરબંદરના સાંસદ રમેશ ધડૂક સાથે ખાનગીમાં બેઠક યોજાઈ હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા.

Gujarat Election 2022: સાંસદ રમેશ ધડૂક, અનિરૂદ્ધ સિંહ અને જયંતિ ઢોલ સાથે દેખાતા ગોંડલમાં નવા જૂનીના એંધાણ વરતાયા

રમેશ ધડૂક, જયંતિ ઢોલ સાથે દેખાતા ગોંડલના રાજકારણમાં ગરમાટો

ચૂંટણી અગાઉ સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ દ્વારા 3 દિવસ સુધી ચાલી હતી. ત્યારપે ખાસ તો ગોંડલ બેઠકમાં મોટી નવા જૂના સર્જાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. જ્યારે ભાજપની સેન્સ લેવાતી હતી તે દરમિયાન સાંસદ રમેશ ધડુક, અનિરૂદ્ધસિંહ અને જયંતિ ઢોલ એક સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે અનિરૂદ્ધ સિંહ અને જયરાજ સિંહ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે  અનિરૂદ્ધ સિંહ સિવાયના આ  ત્રણ મોટા માથા સાથે જોવા મળતા ગોંડલના સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

નોંધનીય છે કે જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથ વચ્ચે ભાજપની ટિકિટ લેવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. જો કે, આ વચ્ચે રીબડા જૂથ દ્વારા પોરબંદરના સાંસદ રમેશ ધડૂક સાથે ખાનગીમાં બેઠક યોજાઈ હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા. ગુજરાતની ગોંડલ વિધાનસભા સીટ પર બે બાહુબલીઓ વચ્ચેની લડાઇ જામી છે. થોડા દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ  મોવિયા ખાતે કડવા પાટીદાર સમાજની એક સભામાં રીબડાના મહિપતસિંહ જાડેજા પરિવાર પર અને સહકારી આગેવાન જયંતિ ઢોલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.  જેનો  જે રીબડા જૂથ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.

ગોંડલના ભાજપ અગ્રણી અને સહકારી આગેવાન જયંતિ ઢોલે કહ્યું હતું કે જયરાજસિંહ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે હું મહિપતસિંહના ખબર અંતર પૂછવા આવ્યો હતો અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપ જયરાજસિંહ જાડેજા પરિવાર સિવાય કોઈ પણ ની ટિકિટ આપે તેવી અમે રજૂઆત કરીશું એટલું જ નહીં પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિને ટિકિટ આપે તો તેને જીત પણ અપાવીશું જો ન જીતે તો હું માનવી ચોકમાં આત્મવિલોપન કરીશ તેઓ જયંતિ ઢોલે હુંકાર કર્યો હતો.

તો  બીજી તરફ રીબડાના અનિરૂદ્ધસિંહ પણ પોતાના પરિવાર અથવા પોતાને ટિકિટ મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે.નોંધનાીય છે કે  વર્ષોથી અનિરૂદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા જૂથ આમને સામને છે. ત્યારે આ ત્રણ મોથા માથા સાથે દેખાતા અનેક  ચર્ચાઓ થઈ રહી છે

માર્કેટિંગ યાર્ડ અને નાગરિક બેંકમાંથી મને ગદ્દારી કરી જયરાજસિંહે દૂર કર્યો-જયંતિ ઢોલ

આ અંગે જયંતિ ઢોલે માર્કેટિંગ યાર્ડ કબજે કરવા અંગેના જયરાજસિંહના નિવેદન પર કહ્યું હતું કે હું વર્ષો સુધી માર્કેટિંગ યાર્ડમાં જોડાયેલો હતો તેમ છતાં જયરાજસિંહે ગદ્દારી કરીને મને માર્કેટિંગ યાર્ડ માંથી દૂર કર્યો ત્યારબાદ ગોંડલ નાગરિક બેંકમાંથી પણ મને દૂર કર્યો અને પાંચ લાખ રૂપિયાની ઉંચાપાતનું કહીને મારી સામે ષડયંત્ર રચ્યું.

અમે ભાજપમાં જ છીએ અને ભાજપમાં જ રહેવાના છીએ-અનિરુદ્ધસિંહ જાડેજા

આખા વિવાદ અંગે ક્ષત્રિય સમાજ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા એ કહ્યું હતું કે અમે ભાજપમાં જ છીએ ભાજપ માટે ચૂંટણી સમયે અનેક કામો કર્યા છે અને ભાજપમાં જ રહેવાના છીએ પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને અમે મદદ કરીશું જોકે પાર્ટીને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે