Saturday, November 12, 2022

ખિસકોલીનો સોડા પીતો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યુ- આજે કોલ્ડ્રીંક પીવાનો મૂડ લાગે છે

Viral Video : ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં ખિસકોલી એક સોડા સોપનીબારી માંથી પ્રવેશે છે અને સોડાના મશિન આગળ પહોંચે છે, બાદમાં ફ્લેવર્ડ સોડા પીવે છે, જુઓ વીડિયો.

ખિસકોલીનો સોડા પીતો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યુ- આજે કોલ્ડ્રીંક પીવાનો મૂડ લાગે છે

વાયરલ વીડિયોમાં ખિસકોલી ફુવારા મશીનમાંથી સોડા પીવે છે

ઈન્ટરનેટ પર મોટાભાગે પ્રાણીઓ અને નાના જીવોને લગતા વીડિયો જોવા મળે છે. આ તમામ વીડિયોમાં ઘણા વીડિયો હૃદયને સ્પર્શી જાય તેવા છે. તો કેટલાક વીડિયો ફની પણ હોય છે. ખાસ કરીને પ્રાણીઓ અને નાના જીવોના વીડિયો લોકપ્રિય પણ હોય છે. આવો જ એક વીડિયો હાલ વાઈરલ થઇ રહ્યો છું. વીડિયોમાં એક ખીસકોલી દેખાઇ રહી છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં ખિસકોલી એક સોડા સોપની બારીમાંથી પ્રવેશે છે અને સોડાના મશિન આગળ પહોંચે છે.

બાદમાં સોડા મશિનના એક હેન્ડલને પોતાની શરીર વડે દબાવીને મશિનમાંથી સોડા પીવે છે. આ જોઇ ત્યાં હાજર રહેલા લોકો આશ્ચર્ય ચકિત થઇ જાય છે અને હસવા લાગે છે. fantastic_squirrels નામના ઇન્ટા હેન્ડલ પરથી વાયરલ થયેલા વીડિયો લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. આ લખાઇ રહ્યુ છે ત્યારે આ વીડિયો 30 લાખ કરતા પણ વધુ લોકોએ જોઇ લીધો છે.

જુઓ ખિસકોલીનો ફ્લેવર્ડ સોડા પીતો વીડિય

રેસ્ટોરન્ટમાં દેખાતા સોડા ફાઉન્ટેન મશીન દ્વારા ખુલ્લી બારી પાસે એક ખિસકોલી તરફ ઈશારો કરતા કેમેરાથી વીડિયોની શરૂઆત થઈ. ખિસકોલીએ સોડા ફાઉન્ટેનના પેપ્સી વિકલ્પમાંથી પીવાનું શરૂ કર્યું, મશીનનું હેન્ડલ તેના પંજાથી દબાવ્યું જેનાથી સોડા બહાર આવે છે.  વીડિયો જોઇ લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર લખે છે કે ખિસકોલીને તરસ લાગી હોવી જોઇએ. અન્ય એક યુઝરે લખ્યુ કે, આ પેપ્સીનો સ્વાદ થોડો ટેસ્ટી લાગે છે. એક કમેન્ટમાં કહેવાયુ છે કે આ રહી નવી પેપ્સીની જાહેરાત. બીજા યુઝરે સોડા વિશે કોમેન્ટ કરતા લખ્યુ કે તે ફાઉન્ટેન સોડા પર વિશ્વાસ કરતી નથી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.