Thursday, November 3, 2022

ઈમરાન ખાન પર થયેલા હુમલાના ખતરનાક વીડિયો આવ્યા સામે, ઈમરાન ખાનને મારવાનો હતો પ્લાન

આ હુમલાખોરોને સુરક્ષા બળો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે. આ હુમલાના ખતરનાક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઈમરાન ખાન પર થયેલા હુમલાના ખતરનાક વીડિયો આવ્યા સામે, ઈમરાન ખાનને મારવાનો હતો પ્લાન

ઈમરાન ખાન પર હુમલાનો ખતરનાક વીડિયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર વિરોધ માર્ચ રેલી સમયે જીવલેણ હુમલો થયો હતો. તેમના પગમાં 3-4 ગોળી વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 2 હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેમના પર AK-47 અને પિસ્તોલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોને સુરક્ષા બળો દ્વારા પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન એક હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો છે. આ હુમલાના ખતરનાક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ રહ્યો પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર થયેલા હુમલાના વીડિયો

હુમલા બાદ ભારે સુરક્ષા વચ્ચે કન્ટેનરમાંથી બહાર આવ્યા ઈમરાન ખાન. તે સમયે તેમના ડાબા પગમાં ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ ભારે સુરક્ષા વચ્ચે કન્ટેનરમાંથી બહાર આવીને કારમાં બેસીને લાહોરની હોસ્પિટલમાં ગયા હતા.

આ વ્યક્તિ એ હુમલાખોરનો હુમલો અસફળ કરીને ઈમરાન ખાનનો જીવ પણ બચાવ્યો હતો. હુમલા બાદ આ વ્યક્તિની હિંમતની સોશિયલ મીડિયા પર ભારે પ્રસંશા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો ભારે વાયરલ થયો છે.

હુમલાખોરનો વીડિયો

મળતી માહિતી અનુસાર ઈમરાન ખાનના વર્તમાન સરકારના વિરુદ્ધની વિરોધ માર્ચ દરમિયાન પંજાબમાં તેમના કન્ટેનરમાં પર હુમલો થયો છે. આ હુમલા દરમિયાન તેમના પગમાં ગોળી વાગી છે. હાલમાં તેઓ ખતરાથી બહાર છે. હુમલાખોર દ્વારા પંજાબના વજીરાબાદમાં અલ્લાહવાલા ચોકમાં ગોળીબાર થયો હતો. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. 70 વર્ષીય ઈમરાન ખાનના ડાબા પગમાં ગોળી વાગી હતી. તેમને સારવાર માટે લાહોર લઈ જવામાં આવ્યા છે.

Related Posts: