આ અમ્પાયર ભારતની સેમી ફાઇનલમાં નહીં હોય, ચાહકોએ કહ્યું-હવે વર્લ્ડ કપ નિશ્ચિત

[og_img]

  • રિચર્ડ કેટલબરો ઘણી વખત ભારત માટે કમનસીબ સાબિત થયા છે
  • ભારત રવિવારે ઈંગ્લેન્ડ સામે તેની સેમીફાઈનલ મેચ રમશે 
  • સોશિયલ મીડિયા પર ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહમાં 

T20 વર્લ્ડ કપ 2022 હવે તેના છેલ્લા રાઉન્ડમાં પહોંચી છે, સેમી ફાઈનલની ગણતરી શરૂ થઈ ગઈ છે. ભારતે રવિવારે ઈંગ્લેન્ડ સામે તેની સેમીફાઈનલ મેચ રમવાની છે, આ મેચો માટે આઈસીસી દ્વારા અમ્પાયરો અને અન્ય અધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ વચ્ચે, ભારતીય ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે અમ્પાયર રિચર્ડ કેટલબરો ટીમ ઈન્ડિયાની મેચમાં અમ્પાયરિંગ નહીં કરે, સોશિયલ મીડિયા પર ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

આઇસીસી દ્વારા સોમવારે સેમિફાઇનલ માટે મેચ અધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરે એડિલેડમાં રમાવાની છે, જેમાં આઈસીસી દ્વારા બે ફિલ્ડ અમ્પાયર, થર્ડ અમ્પાયર અને મેચ રેફરી વિશે માહિતી આપવામાં આવી છે

• ફિલ્ડ અમ્પાયર: કુમાર ધર્મસેના અને પોલ રીફેલ

• થર્ડ અમ્પાયર: ક્રિસ ગેફની

• ચોથો અમ્પાયર: રોડ ટકર

• મેચ રેફરી: ડેવિડ બૂન

રિચાર્ડ કેટલબરો સાથે શું કનેક્શન છે?

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર મજા આવી રહી છે કારણ કે છેલ્લી કેટલીક ICC ઈવેન્ટ્સમાં જ્યારે પણ રિચર્ડ કેટલબરો ભારતની મેચમાં ફિલ્ડ અમ્પાયર બન્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા સાથે કંઈક ને કઈક ના ગમતું બન્યું છે. ટી20 વર્લ્ડ કપ 2021 હોય કે વર્ષ 2019માં ન્યુઝીલેન્ડ સામેની ભારતની સેમીફાઈનલ જેમાં મહેન્દ્ર સિંહ ધોની રનઆઉટ થયો હતો.

માત્ર આ બે મેચ જ નહીં પરંતુ એવા ઘણા કિસ્સા છે જ્યાં રિચર્ડ કેટલબરો ભારત માટે કમનસીબ સાબિત થયા છે. જેમાં 2014 T20 વર્લ્ડ કપ, 2015 ODI વર્લ્ડ કપ, 2016 T20 વર્લ્ડ કપ 2016, 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચોનો પણ સમાવેશ થાય છે. આ જ કારણ છે કે હવે ભારતની મેચ માટે રિચર્ડ કેટલબરોની નિમણૂક ન થતાં ચાહકો ઉત્સાહિત છે.

આ ટીમો સેમીફાઈનલમાં પહોંચી 

• ગ્રુપ 1: ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ

• ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન

Previous Post Next Post