Wednesday, November 2, 2022

પતિ વિરાટની ધમાકેદાર ઈનિંગ્સ જોઈને લેડીલવ અનુષ્કા શર્મા થઈ ખુશ, વરસાવ્યો પ્રેમ

હાલમાં જ અનુષ્કાએ (Anushka Sharma) વિરાટ કોહલી માટે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેયર કરી છે. તમને જણાવી દઈએ કે આ ક્રિકેટરે T20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2022) બાંગ્લાદેશ સામે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે.

પતિ વિરાટની ધમાકેદાર ઈનિંગ્સ જોઈને લેડીલવ અનુષ્કા શર્મા થઈ ખુશ, વરસાવ્યો પ્રેમ

અનુષ્કા શર્મા ઇન્સ્ટા સ્ટોરી

વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં પ્રવેશે છે, ત્યારે તે આગ લગાવી દે છે. ફરી એકવાર ટી-20 વર્લ્ડ કપમાં તેને તોફાની બેટિંગ કરી છે. એવું કહેવાય છે કે જ્યારે કોહલીનું બેટ ચાલે છે, ત્યારે તે અટકવાનું નામ લેતું નથી. તેવી જ રીતે ફરી એકવાર તેને પોતાના રેકોર્ડબ્રેક પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા છે. આવી પરિસ્થિતિમાં તેની પત્ની અનુષ્કા શર્મા તેના પર પ્રેમ વરસાવવામાં ક્યાં પાછળ રહે? અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર વિરાટ માટે એક ઈન્સ્ટા સ્ટોરી શેયર કરી છે. જેમાં તે તેના પતિ પર ઘણો પ્રેમ વરસાવતી જોવા મળે છે.

પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કા શર્માએ થોડા સમય પહેલા એક સ્ટોરી શેયર કરી હતી. જેમાં વિરાટ કોહલીની તસવીર છે અને તે હાથમાં બેટ સાથે જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપની ભારત-બાંગ્લાદેશ મેચમાં વિરાટે તોફાની 64 રન બનાવ્યા હતા. વિરાટની આ ધમાકેદાર ઈનિંગ જોઈને તેની પત્ની અનુષ્કા શર્માની ખુશી હાલમાં સાતમા આસમાને છે.

અનુષ્કા શર્મા ઈન્સ્ટા સ્ટોરી

અનુષ્કા અને ફેન્સની ખુશીનો પાર નથી

વિરાટની શાનદાર બેટિંગ અને ટી 20 વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચવા પર દરેક લોકો ખૂબ જ ખુશ છે. ક્રિકેટરની આ ખુશીમાં અનુષ્કાની સાથે તેના ફેન્સ પણ સામેલ છે. આ પહેલા દિવાળી પર પણ વિરાટના ધમાકેદાર પ્રદર્શને લોકોના તહેવારમાં ઉત્સાહનો વધારો કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે અનુષ્કાએ વિરાટ માટે પોતાની પ્રતિક્રિયા આપી હોય. જ્યારે પણ તે ફિલ્ડમાં આવે છે ત્યારે એક્ટ્રેસ હંમેશા તેને ચીયર કરે છે. એટલે જ વિરાટ કોહલી અનુષ્કાને પોતાનો લકી ચાર્મ માને છે.

પાકિસ્તાન સામેની મેચ પછી અનુષ્કાએ શેયર કરી હતી ઈમોશનલ પોસ્ટ

દિવાળી પર ભારત અને પાકિસ્તાનની મેચમાં રેકોર્ડ બનાવ્યા બાદ પણ અનુષ્કાએ વિરાટ કોહલી માટે ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેણે ટીવી પરથી ફોટો ક્લિક કરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી છે. તેણે લખ્યું કે આ તેના જીવનની બેસ્ટ મેચ હતી. તમને જણાવી દઈએ કે વિરાટે પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી ઈનિંગમાં 82 રન બનાવ્યા હતા. ભારતે બાંગ્લાદેશ સામેની મેચ 5 રનથી જીતી લીધી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.