Thursday, November 3, 2022

ભારતીય ટીમ વિશે અપશબ્દ બોલીને ટ્રોલ થઈ પાકિસ્તાની હસીના, લોકોએ કહ્યું- 'હા, પહેલા આ કરી લો'

પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના દ્વારા કહેવામાં આવેલ અપશબ્દ પર ભારતીય ફેન્સ તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

ભારતીય ટીમ વિશે અપશબ્દ બોલીને ટ્રોલ થઈ પાકિસ્તાની હસીના, લોકોએ કહ્યું- 'હા, પહેલા આ કરી લો'

પાકિસ્તાની એક્ટર સેહર શિનવારી ટ્રોલ

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની આશા ધૂધળી થઈ ગઈ છે. પાકિસ્તાનની ફેન્સને એ વાત હજુ માનવામાં નથી આવતી કે ઝિમ્બાબ્વે પાકિસ્તાન જેવી ટીમને હરાવી નાંખી. આ ગમને કારણે પાકિસ્તાનની ટીમ અને ફેન્સ રાત્રે બરાબર સુઈ નથી શક્યા. તેઓ ભારત વિરુદ્ઘ પણ ખોટી વાતો બોલી રહ્યા છે. પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના દ્વારા આપવામાં કહેવામાં આવેલ અપશબ્દ પર ભારતીય ફેન્સ તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

આ ટ્વિટમાં પાકિસ્તાની અભિનેત્રી એ લખ્યુ છે કે, હું ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરીશ, જો ઝિમ્બાબ્વેની ટીમ આવતી મેચમાં ચમાત્કારિક રીતે ભારતને હરાવી દેશે. આ ટ્વિટમાં તે આડકતરી રીતે ભારતને અપશબ્દ કહેતી જોવા મળે છે.

આ રહ્યુ પાકિસ્તાની અભિનેત્રીનું ટ્વિટ

પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીનું આ ટ્વિટ ભારે વાયરલ થયુ છે. આ ટ્વિટ પર ભારતીય ફેન્સ તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ ટ્વિટને રિટ્વિટ કરીને મજેદાર રિએક્શન આપ્યા છે.

આ રહ્યા લોકોના રિએક્શન

એક યુઝરે લખ્યુ છે કે, મને લાગે છે કે આ આજીવન કુંવારી રહેશે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, એવા જ સપના જોવા જોઈએ જે પૂરા થઈ શકે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, સાચા Mr Beanને મોકલો , પછી જ વિશ્વાસ કરીશું. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ ટ્વિટ પર જોવા મળી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.