Monday, November 28, 2022

અવકાશમાંથી ધરતી પર ફેંકવામાં આવ્યુ ઈડું, પરિણામ જોઈ હેરાન રહી ગઈ દુનિયા

જો આ જ ઈંડાને સેંકડો કિલોમીટર ઉપર અવકાશમાંથી ફેંકવામાં આવે તો તે તૂટશે કે નહીં ? આ સવાલનો જવાબ મેળવવા એક યૂટયૂબરે વિચિત્ર પ્રયોગ કર્યો. આ પ્રયોગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આવો વીડિયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હશે.

અવકાશમાંથી ધરતી પર ફેંકવામાં આવ્યુ ઈડું, પરિણામ જોઈ હેરાન રહી ગઈ દુનિયા

અવકાશમાંથી ઇંડા છોડો

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

ઈંડાને 5 ફુટથી ફેંકો કે 3 ફુટથી ફેંકો, જમીન પર પડીને તેના તૂટવાની સંભાવના 99 ટકા હોય છે. જો ફેંકેલુ ઈંડુ નહીં તૂટે તો તે એક ચમત્કારથી ઓછુ નથી. ઈંડાનું પડ કેટલુ પણ મજબૂત હોય જમીન પર પડતા તૂટી જ જાય છે પણ જો આ જ ઈંડાને સેંકડો કિલોમીટર ઉપર અવકાશમાંથી ફેંકવામાં આવે તો તે તૂટશે કે નહીં ? આ સવાલનો જવાબ મેળવવા એક યૂટયૂબરે વિચિત્ર પ્રયોગ કર્યો. આ પ્રયોગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આવો વીડિયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હશે.

યૂટયૂબર માર્ક રોબરે આ વિચિત્ર પ્રયોગ કર્યો છે, જેને જોઈ આખી દુનિયા દંગ રહી ગઈ છે. રિપોર્ટસ અનુસાર માર્ક રોબર નાસામાં ઈજનેર રહી ચૂક્યા છે અને હવે તે સફળ યૂટયૂબર છે. આ પહેલા પણ તે આવો વિચિત્ર અખતરો કરી ચૂક્યા છે પણ તે સમયે તેમને તેમાં સફળતા મળી ન હતી. જોકે બીજીવારના પ્રયોગમાં માર્ક રોબરને સફળતા મળી ગઈ હતી. તેમણે રોકેટમાં ઈંડાને એક સાધનમાં ફિટ કરીને અવકાશમાં મોકલયુ હતુ, તે જ યંત્રથી તે ધરતી પર ફેંકવામાં આવ્યુ હતુ. આ વિચાર પર તેમણે ઘણો સમય અને પૈસા ખર્ચયા છે. આ પ્રયોગ દરમિયાન ઈંડુ અવકાશથી ધરતી પર પડયુ છતા તૂટયુ નહીં.

આ વાયરલ વીડિયો યૂટયૂબ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેવા કેવા અખતરા કરે છે લોકો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવુ પહેલા કયારેય નથી જોયુ.

Related Posts: