Monday, November 28, 2022

Brazil Vs Switzerland : વર્લ્ડકપમાં બ્રાઝિલની સતત બીજી જીત, પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી દુનિયાની નંબર 1 ટીમ

FIFA World cup 2022 Brazil Vs Switzerland match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો બ્રાઝિલની ટીમ આ યાદીમાં પ્રથમ સ્થાને છે, જ્યારે સ્વિટ્ઝલેન્ડની ટીમ આ યાદીમાં 15માં સ્થાને છે.

Brazil Vs Switzerland : વર્લ્ડકપમાં બ્રાઝિલની સતત બીજી જીત, પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી દુનિયાની નંબર 1 ટીમ

FIFA વર્લ્ડ કપ 2022 બ્રાઝિલ Vs સ્વિટ્ઝર્લેન્ડ મેચનું પરિણામ

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

આજે કતારના સ્ટેડિયમ 974માં આજે બ્રાઝિલ અને સ્વિટ્ઝલેન્ડની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Gની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 31મી મેચ હતી. આ મેચમાં પ્રથમ હાફમાં એક પણ ગોલ થયો ન હતો. બીજા હાફમાં 1 ગોલ કરીને બ્રાઝિલની ટીમે આ મેચમાં જીત મેળવી હતી.ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો બ્રાઝિલની ટીમ આ યાદીમાં પ્રથમ સ્થાને છે, જ્યારે સ્વિટ્ઝલેન્ડની ટીમ આ યાદીમાં 15માં સ્થાને છે.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 31 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે આ મેચ 3-3 થી ડ્રો રહી હતી. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે. વર્લ્ડકપમાં સતત 2 મેચ જીતીને ડિફેન્ડિગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. કેનાડાની ટીમ પણ આ ફિફા વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે.

આ વર્લ્ડકપનો ત્રણ મોટા અપર્સેટ સર્જાઈ ચૂક્યા છે. પહેલા સાઉદી અરેબિયા એ આર્જેન્ટિનાની ટીમને જ્યારે જાપાનની ટીમે જર્મનીને હરાવીને મોટા અપર્સેટ સર્જયા હતા. ત્યાર બાદ મોરોક્કોની ટીમે વર્લ્ડ રેંકિગમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હરાવી વર્લ્ડકપનો ત્રીજો સૌથી મોટો અપર્સેટ સર્જયો હતો.

આ હતી બ્રાઝિલ અને સ્વિટ્ઝલેન્ડની ટીમો

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974