ગીર સોમનાથ30 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા જુનાગઢ રેન્જ આઇ.જી.પી.મયંકસિંહ ચાવડાના મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સો કોડીનાર જતા રસ્તા પર રાખેજ ગામના પાટીયા પાસે ઉભા છે.
મુદ્દામાલ સાથે બેની અટકાયત
આ ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે ધામળેજથી કોડીનાર જતા રસ્તા પર રાખેજ ગામના પાટીયા પાસેથી પ્રકાશ વરસીંગ ગોહીલ અને જયેશ રણમલ પરમારને રોકડ રકમ 22,500 તથા સોનાનો ઢાળીયો 01 જેની કિંમત રૂ.76,000 સાથે ઘરફોડ ચોરીના કુલ રૂ.98,500ના મુદ્દામાલ સાથે અટકાયત કરી પુછપરછ કરતા મુદામાલ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી સુત્રાપાડા પોલીસે ચોરીની કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.