Saturday, November 26, 2022

France Vs Denmark : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની સતત બીજી જીત, પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાવાળી પ્રથમ ટીમ બની

FIFA World cup 2022 France Vs Denmark match report : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ફ્રાન્સની ટીમ ચોથા સ્થાને છે, જ્યારે ડેન્માર્કની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.

France Vs Denmark : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની સતત બીજી જીત, પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાવાળી પ્રથમ ટીમ બની

ફિફા વર્લ્ડ કપ 2022 ફ્રાન્સ વિ ડેનમાર્ક મેચ રિપોર્ટ

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

કતારના સ્ટેડિયમ 974માં આજે ફિફા વર્લ્ડકપ 2022ની 23મી મેચ રમાઈ હતી. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં પહેલા હાફનો સ્કોર 0-0 રહ્યો હતો. બીજા હાફમાં મેચનો ખરો રોમાંચ જોવા મળ્યો હતો. બીજા હાફમાં ડેનમાર્કે 1 ગોલ જ્યારે ફાન્સની ટીમે 2 રોમાંચક ગોલ કરીને જીત મેળવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ફિફા વર્લ્ડકપ 2022માં સતત બીજી જીત મેળવીને રાઉન્ડ ઓફ 16માં પહોંચવાવાળી પ્રથમ ટીમ બની ગઈ છે. ફાન્સની ટીમે આ મેચમાં 2-0થી જીત મેળવી હતી.કે એમ્બાપે 2 ગોલ કરીને આ મેચમાં ફ્રાન્સને જીત અપાવી હતી.

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ફ્રાન્સની ટીમ ચોથા સ્થાને છે, જ્યારે ડેન્માર્કની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 4-1થી હરાવી હતી. જ્યારે ડેનમાર્કની ટ્યુનેશિયા સામેની પ્રથમ મેચ ડ્રો રહી હતી.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 21 મેચ રમાઈ છે. જેમાં 7 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 2 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે.

ડેનમાર્ક સામે ફાન્સની ટીમે 2-0થી જીત મેળવી

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી ફ્રાન્સ અને ડેનમાર્કની ટીમ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.