Sunday, November 27, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Celebrity Slapped: શાહરૂખથી લઈ નોરા સુધી, આ સેલિબ્રિટીના જુઓ થપ્પડ કાંડ
નવેમ્બર 27, 2022 | 10:03 AM
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
નવેમ્બર 27, 2022 | 10:03 AM
નોરા ફતેહી હાલમાં જ કપિલ શર્માના શોમાં જણાવ્યું કે, તેના કોસ્ટાર સાથે ઝગડો થયો હતો. ત્યારબાદ ઝગડો કરવા પર તેમણે તેને જોરદાર થપ્પડ મારી હતી.
આ ઘટનાતો યાદ હશે શાહરુખ ખાને જ્યારે બધાની સામે ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરને થપ્પડ મારી હતી. આ ઘટના સંજય દત્તની પાર્ટીમાં થઈ હતી. ત્યારબાદ બંન્ને વચ્ચે થોડા સમય વાતચીત થઈ ન હતી.
ફિલ્મ પ્યારે મોહનના શૂટિંગ સમયે ઈશા દેઓલે અમૃતા રાવને થપ્પડ મારી હતી. રિપોર્ટસની વાત માનીએ તો શૂટિંગ દરમિયાન અમૃતાએ ઈશાને પરેશાન કરી હતી. ત્યારબાદ ઈશાને થપ્પડ મારી હતી.
ફિલ્મ ધ એક્સપોઝના પ્રમોશનના કારણે જોયા અફરોઝ અને સોનાલી રાઉતમાં ઝગડો થયો હતો. વિવાદ વધ્યો અને બંન્ને વચ્ચે મારામારી થઈ હતી.
કહેવામાં આવે છે કે, સુભાષ ઘાઈ એશ્વર્યા રાય વિશે કાંઈ કહ્યું હતુ. જેનાથી સલમાન ખાન ગુસ્સામાં આવ્યો અને સુભાષ ઘાઈને થપ્પડ મારી હતી.
શૂટિંગ દરમિયાન ગોવિંદાએ નીરજ વોરાને થપ્પડ મારી હતી. આ ઘટનામાં નારીજના ચશ્મા ઉતરી ગયા હતા.