Sunday, November 27, 2022

Fifa World Cup 2022 : 5 બાળકોની માતાને છે મેસ્સીની ચાહક, કારમાં જઈ રહી છે કેરળથી કતાર

સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi)નો ચાહક તેની મનપસંદ ટીમ આર્જેન્ટિનાની રમત જોવા માટે તેની કસ્ટમાઇઝ્ડ એસયુવીમાં એકલી કતાર જઈ રહી છે

Fifa World Cup 2022 : 5 બાળકોની માતાને છે મેસ્સીની ચાહક, કારમાં જઈ રહી છે કેરળથી કતાર

ભારતીય મહિલાએ કેરળથી કતાર સુધીની એકલ સફર શરૂ કરી

ફુટબોલને લઈ દુનિયાભરમાં લોકોને એટલો પ્રેમ છે કે, તેની કલ્પના પણ કરી શકાય નહિ. છેલ્લા 2 દશકમાં આર્જિન્ટિનાના સુપર સ્ટાર લિયોનલ મેસ્સીએ ફુટબોલની દુનિયામાં પોતાનું મોટું નામ બનાવ્યું છે. તેની ગણતરી સદીના મહાન ખેલાડીઓમાં થાય છે. મેસીની ફેન ફોલોઈંગની કોઈ સીમા નથી, તેની આવી જ એક ચાહક સુપરફેન છે નાઝી નૌશી, 5 બાળકોની માતા આ માતા આ ઉંમરે પણ તેમણે પોતાની એક ઈચ્છા પુરી કરવાનો નિર્ણય લીધો છે. તે કતાર જઈ પોતાના ફેવરિટ ખેલાડી મેસીને રમતા જોવા માંગે છે.

33 વર્ષની નૌશી 5 બાળકોની માતા છે. તે યુટ્યુબર બ્લોગર છે તેમણે નિર્ણય લીધો કે, તે પોતાની ગાડીથી કતાર જશે અને વર્લ્ડ કપ જશો. જેના માટે તેમણે આખો પ્લાન કર્યો છે. તે મેસ્સીને આર્જિન્ટીના માટે રમતા જોવા માંગે છે. હજુ તે કતાર પહોંચી નથી.

નાઝી નૌશી મેસ્સીને રમતા જોવા માંગે છે

ખલીઝ ટાઈમ્સના અહેવાલ અનુસાર 5 બાળકોની માતા નાઝી નૌશીએ કેરળથી 15 ઓક્ટોમ્બરના રોજ ખાડી દેશનું સફળ શરુ કર્યુ અને યુએઈ પહોંચી. નૌશીની આશા પણ મોટો ઝટકો ત્યારે લાગ્યો ત્યારે સાઉદી અરબથી આર્જેન્ટીનાને હાર મળી છે. જોકે તેને હજુ પણ આશા હતી કે. આગામી મેચમાં તેની ફેવરિટ ટીમ જીતશે અને તે જ થયું.

ગાડીની અંદર રસોઈ કરે છે

તેણે મસ્કતથી તેની મુસાફરી શરૂ કરી અને હટા બોર્ડરથી તેની એસયુવીમાં યુએઈ પહોંચી. આ દરમિયાન તે દુબઈમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા જોવા માટે પણ રોકાઈ ગઈ હતી. એસયુવીમાં ઘરની અંદરનું રસોડું છે અને તેની છત સાથે ટેન્ટ જોડાયેલ છે. નૌશીએ કારનું નામ ઉલુ રાખ્યું છે જેનો મલયાલમ ભાષામાં અર્થ થાય છે શી (સ્ત્રી). નૌશીએ કારમાં ચોખા, પાણી, લોટ, મસાલા અને અન્ય સૂકી વસ્તુઓ રાખી છે. તેણીએ અખબારને કહ્યું, હું મારી જાતે રસોઇ કરવાનો પ્રયાસ કરું છું. આ ચોક્કસપણે પૈસા બચાવે છે અને ફુડ પોઈઝિંગનું જોખમ પણ ઘટાડે છે.