Sunday, November 27, 2022

વિરમગામમાં CM યોગીએ દર્શાવી સંવેદના, 108 એમ્બ્યુલન્સ માટે રોકાવી દીધો રોડ-શો, જુઓ VIDEO

યોગી આદિત્યનાથે સુરક્ષા જવાનોને ઈશારો કરી પહેલા એમ્બ્યુલન્સ ઝડપથી પસાર કરાવી હતી. જે બાદ યોગી આદિત્યનાથનો રોડ-શો નિયત રૂટ પર આગળ વધ્યો હતો.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

નવેમ્બર 27, 2022 | 9:10 A.M

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : વિરમગામમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ-શો યોજાયો.  આ રોડ-શો સમયે પસાર થતી 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે યોગી રોડ-શો થોડીવાર રોકાવ્યો હતો. યોગી આદિત્યનાથે સુરક્ષા જવાનોને ઈશારો કરી પહેલા એમ્બ્યુલન્સ ઝડપથી પસાર કરાવી હતી. જે બાદ યોગી આદિત્યનાથનો રોડ-શો નિયત રૂટ પર આગળ વધ્યો હતો.

ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદમાં મતદાનની કામગીરી હાથ ધરાશે. બીજા તબક્કામાં અમદાવાદની 15 વિધાનસભા સીટો પર મતદાન યોજાશે. જેને લઇને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.  શહેરમા ફુટ પ્રેટ્રોલીંગ ચાલુ છે. તો 10 હજાર જેટલા જવાનો અને 15 જેટલી એસઆરપી કંપની તથા એક હજાર હોમગાર્ડ 112 સીએપીએફ કંપનીની ફાળવણી થઈ છે.. જેમાંથી 16 કંપની અમદાવાદમાં ફાળવવામાં આવી છે.  શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી રહી છે. તો આ વખતે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની સાથે સાથે સીસીટીવી કેમેરાના માધ્યમથી ગેરકાયદે પ્રવુતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Related Posts: