ખેડામાં પૂરથી ધોવાયેલા ડાંગરના પાકનું વીઘા પ્રમાણે વળતર ન મળતા નારાજગી | Displeasure of non-reimbursement of paddy crop washed away by flood in the farm according to bigha

ખેડા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પૂરના કારણે 2 હજાર વીઘામાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો હતો

ગત ચોમાસામાં ઉપરવાસમાં પડેલ વધુ વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણી છોડાતા સાબરમતી નદીના પાણી ખેડા સાબરમતી ગામની સીમ વિસ્તારોમાં ફરી વળ્યા હતા. જેમાં બે હજાર વિધા થી વધુ જમીનના ડાંગરનો પાક ગરકાવ થયો હતો. પાકને નુકસાન પહોંચતા જિલ્લા કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત થયેલા ગામમાં સર્વે માટે ટીમની રચના કરવામાં આવી હતી. સર્વે કરી ખેડૂતોને મળવા પાત્ર રકમ ન મળતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો હતો. પાક નુકસાની અંગે સર્વે મંજૂર કરીને જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલી આપી અસરગ્રસ્ત થયેલા ગામમાં સર્વે માટે ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં ખેડા તાલુકાના કલોલી, પથાપુરા, રઢુ, નાની કલોલી, રસિકપુરા, વારસંગ, ધરોડા, ચિત્રાસર અને કઠવાડા સહિતના ઓગસ્ટના અંતમાં ગામ સેવકો અને વિસ્તરણ અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવામાં આવી હતી. ટીમ દ્વારા સર્વેને કામગીરીના ત્રણ મહિના પછી 28 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં પાક નુકસાની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોનું થયેલ નુકશાનનું સરકાર દ્વારા પૂરેપૂરું વળતર ન ચુકવવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો. એક વીઘામાં પાંચ હજાર રૂપિયા જેટલું ખર્ચ કરવા સામે સરકાર દ્વારા પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં ન આવ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતુ.

બે વીધા જમીનનું ફક્ત રૂા.730 વળતર
ધરોઈ ડેમમાં આવેલા પૂરને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું. જે નુક સાનીનું વળતર ખેડૂતોને આપવામાં આવ્યું છે. જેમાં મને બે વીઘા જમીનમાં ડાંગરના પાકની નુકશાનીનું ફક્ત રૂ.730 વળતર મળ્યું છે.

30 વીઘા ડાંગરના પાકનું રૂ. 9860 વળતર મળતા ગણતરી કઇ રીતે કરવી
મારે 6 હેક્ટર જમીન છે. જેમાં 30 વીઘા ડાંગરના પાકમાં નુકસાન થયું હતું. જેમાં સરકાર દ્વારા રૂ.9860 જેટલું નુકસાની વળતર આપવામાં આવ્યું હતું. આ વળતર સામે કઈ રીતે ગણતરી કરવી તેની ખબર નથી પડતી. આમ જોઇતો એક વિધા દિઠ મળેતા રૂ.350 વળતરમાં ખાતરની થેલી પણ નથી આવતી. > ચંપકસિહ રાવલ, ખેડૂત, રઢુ

જે પ્રમાણે નુકસાનીનો સર્વે થયો હોય એ પ્રમાણે એમને સહાય મળવાપાત્ર છે ખેડૂતોના ખાતામાં બે એન્ટ્રી દ્વારા રકમ ચૂકવવામાં આવી છે. જેમાં એક વીઘા કે એનાથી વધારે મિનિમમ રૂ.4000 સહાય તો બધા ખેડૂતોને મળવા પાત્ર છે. જો કોઈ ખેડૂતને વધારે જમીન હોય અને અસરગ્રસ્ત વિસ્તાર હોય તથા જે પ્રમાણે નુકસાનીનો સર્વે થયો હોય તે પ્રમાણે વધુ સહાય મળવાપાત્ર હોય છે.> ધવલ પટેલ, મદદનીશ નિયામક, ખેતીવાડી નડિયાદ.

આના કરતા વળતર ન આપ્યું હોત તો સારૂ
સરકાર દ્વારા પાક નુકસાનીનું પૂરેપૂરું 100 ટકા વળતર અમને મળ્યું જ નથી. આના કરતાં અમને વળતર ન આપ્યું હોત તો સારું હતું. મને 35 વીઘા જમીનની અંદર માત્ર દસ હજાર રૂપિયા જેટલું જ વળતર આપવામાં આવ્યું છે. > ચૈતન્ય સિંહ સિસોદિયા, ખેડૂત, રઢુ

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post