દિયોદરમાં પ્રેમ પ્રકરણ મુદ્દે યુવાનને બે શખ્સે છરીના ઘા ઝીંકતાં ચકચાર | In Deodar, a young man was stabbed by two men over a love affair

લાખણી6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયો

લાખણી તાલુકાના ચાળવા ગામના રહેવાસી યુવક દિયોદરમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે. ત્યારે સોમવારે સાંજના સમયે વેપારી યુવાન પોતાની દુકાનમાં હતા. ત્યારે બે શખસો આવી યુવાન પર આકસ્મિક રીતે છરીના ઘા મારી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત યુવાનને લોહી લુહાણ હાલતમાં પાટણ સારવાર અર્થે ખસેડાયો હતો.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

દિયોદર રેલવે સ્ટેશન રોડ પર ડીજે ફેશન નામની રેડીમેડ કાપડની દુકાન ધરાવતા જીતેન્દ્રકુમાર લગધીરભાઈ સોલંકી (રાવણા રાજપુત) (રહે.ચાળવા, તા.લાખણી) ને સોમવારે સાંજના સમયે બે યુવાનો આવી વેપારી કાંઈ સમજે તે પહેલા આકસ્મિક રીતે છરીના ઉપરા-છાપરી માથાના પીઠના તથા હાથના ભાગે ઘા જીકી નાસી છૂટ્યા હતા. ત્યારે આસપાસમાં અફરા-તફરી મચી જવા પામી હતી. ત્યારે યુવકને ઇજાગ્રસ્તમાં 108 ઈમરજન્સીવાન મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત યુવાન જીતેન્દ્રકુમાર લગધીરભાઈ સોલંકીએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સનીભાઈ ગગાભાઈ લુહાર (રહે.લવાણા) અને યોગેશભાઈ પંચાલ (રહે.થરા,તા.કાંકરેજ) સામે આઇપીસી 307 મુજબ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ગુનામાં યુવતીને ફોન કરવા બાબતે મન દુઃખ રાખી હુમલો થયાનું પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post