Tuesday, November 22, 2022

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC અને અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે | Voter Photo Identity Card-EPIC and 12 other documents will also be valid for voting in assembly elections

જૂનાગઢ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

જૂનાગઢ જિલ્લામાં તા.1 ડિસેમ્બરે વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યાં છે.

જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા મતવિસ્તાર બેઠકોની સામાન્ય ચૂંટણી તા.01/12/2022ના યોજાનાર ત્યારે ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે.

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબકાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફી સાથેની પસબૂક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્સન ડોક્યુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો , જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સાંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પ્રરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિત મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID (UDID) કાર્ડ નો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકશે.વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરિકે નોંધણી કરેલ હોય તો, તેઓએ મતદાન મથકે ફક્ત ‘‘અસલ પાસપોર્ટ’’ રજુ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે…