- Gujarati News
- Local
- Gujarat
- Surendranagar
- GPS System Will Be Installed On The Vehicles For The First Time While Taking The EVM To The Booth And A Control Room Will Be Prepared At The District Level
સુરેન્દ્રનગર13 મિનિટ પહેલા
- કૉપી લિંક
- GPS ટ્રેકરથી વાહનની પળેપળની મુવમેન્ટ પર નજર રખાશે
જિલ્લાનાં 1543 મતદાન મથકો પર 1967 ઈવીએમ અને 2126 વીવીપેટ મશીન ફાળવાયાં છે. 1 ડિસેમ્બરે મતદાન છે ત્યારે બુથ પર ઈવીએમ લઈ જનારાં વાહનો પર પ્રથમ વખત જીપીએસ સિસ્ટમ લગાવાશે, જેના થકી વાહનનું પળેપળનું ટ્રેકિંગ કરાશે. આ માટે જિલ્લા કક્ષાએ કન્ટ્રૉલ રૂમ બનાવાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.1 ડિસેમ્બરના રોજ જિલ્લાના 1543 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેના માટે જિલ્લા ભરના બુથો પર ઉપયોગમાં લેવા માટે 1967 ઇવીએમ મશીન અને 2126 વીવીપેટ મશીન ફાળવાયા છે.
અવારનવાર ઇવીએમ પર રાજકીય પક્ષો દ્વારા આક્ષેપો થતા હોય છે ત્યારે આ વખત આ ઇવીએમ મશીનની સુરક્ષા અને સ્થળ પર સહિ સલામત પહોંચાડવા માટે અનોખુ આયોજન કરાયુ છે.જેના માટે ઇવીએમ મશીન લઇ જનારા વાહનો પર જીપીએસ સીસ્ટમ ફીટ કરવામાં આવશે.
આ વાહન જે સ્થળે જવાનુ હશે તે સ્થળ સુધી અને મતદાન પ્રક્રિયા ચાલે ત્યાં સુધી તેના પર જીપીએસ ટ્રેકરથી બાજ નજર રાખવામાં આવશે.જેના માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જિલ્લાકક્ષાના ચૂંટણી અધિકારી મોનીટરીંગ કરશે જ્યારે જેતે વિધાનસભા વિસ્તારના આરઓ પર વાહનની જીપીએસ પોઝીસશનીંગની જાણકારી રાખશે.