Sunday, November 27, 2022

VIDEO : રાજકોટમાં બાબાસાહેબને ભાજપના નેતાઓએ ફૂલહાર કરતા વિવાદ,વજુભાઈ વાળાએ ઉચ્ચારેલા શબ્દોને લઈ અનુસુચિત સમાજમાં રોષ

વજુભાઈ વાળાએ રાજકોટની સભામાં ઉચ્ચારેલા શબ્દોને લઈ આ રોષ હોવાનુ સામે આવી રહ્યું છે. દલિત સમાજનું કહેવુ છે કે ભાજપનાં નેતાઓ દેખાડા માટે બાબાસાહેબને ફૂલહાર ચડાવે છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

નવેમ્બર 27, 2022 | 7:56 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નેતાઓ મતદારોને રીઝવવા એડીથી લઈને ચોટી સુધીનુ જોર લગાવી રહ્યા છે. જો કે અમુક જગ્યાએ પ્રચાર કરવા નીકળેલા નેતાઓએ રોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવુ જ કંઈક બન્યુ રાજકોટમાં કે જ્યાં ભાજપના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરતા અનુસુચિત સમાજના રોષનો ભાજપ નેતાઓ ભોગ બન્યા. વજુભાઈ વાળાએ રાજકોટની સભામાં ઉચ્ચારેલા શબ્દોને લઈ આ રોષ હોવાનુ સામે આવી રહ્યું છે. દલિત સમાજનું કહેવુ છે કે ભાજપનાં નેતાઓ દેખાડા માટે બાબાસાહેબને ફૂલહાર ચડાવે છે.

ચૂંટણી નજીક આવતા નેતાઓ ધાર્મિક બન્યા !

ચૂંટણી નજીક આવતા નેતાઓ જાણે ધર્મ તરફ નળ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ગઈકાલે રાજકોટ ભાજપ ઉમેદવાર ઉદય કાનગડ પણ મત માગતા-માગતા પ્રભુ શ્રી રામજી મંદિરમાં પહોંચી ગયા. રામ મંદિરમાં દર્શન કર્યા બાદ આરતીનો સમય થઈ ગયો. તો ભાજપ ઉમેદવાર ઉદય કાનગડ આરતી દરમિયાન ભક્તિભાવ પૂર્વક નગારૂ વગાડવા લાગ્યા.  પ્રભુની આરતી સમયે ઉદય કાનગડ નગારૂ વગાડવામાં તલ્લીન થઈ ગયા હતા.

Related Posts: