Tuesday, November 22, 2022

FIFA 2022 Mexico vs Poland : ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી ડ્રો મેચ, મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની મેચમાં ન થયો એક પણ ગોલ

FIFA 2022 Mexico vs Poland match report : આજે કતારના દોહામાં Stadium 974માં મેક્સિકો અને પોલેન્ડ વચ્ચે જંગ જામ્યો હતો. ગ્રુપ સીની આ બંને ટીમો પોતાની ઓપનિંગ મેચ રમી રહી હતી.

FIFA 2022 Mexico vs Poland : ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી ડ્રો મેચ, મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની મેચમાં ન થયો એક પણ ગોલ

FIFA 2022 મેક્સિકો વિ પોલેન્ડ મેચ રિપોર્ટ

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

આજે કતારના દોહામાં Stadium 974માં મેક્સિકો અને પોલેન્ડ વચ્ચે જંગ જામ્યો હતો. ગ્રુપ સીની આ બંને ટીમો પોતાની ઓપનિંગ મેચ રમી રહી હતી. રોમાંચ અને રસાકસીવાળી આ મેચમાં છેલ્લી મિનિટ સુધી એકપણ ગોલ થયો ન હતો.

ફિફા વર્લ્ડ રેંકિગમાં મેક્સિકોની ટીમ 13માં સ્થાને છે. જ્યારે પોલેન્ડની ટીમ આ યાદીમાં 26માં સ્થાને છે. વર્લ્ડકપમાં બંને ટીમોના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો મેક્સિકોની ટીમ વર્ષ 1970 અને 1986ના વર્લ્ડકપમાં આ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. પોલેન્ડની ટીમ વર્ષ 1974 અને 1982ના વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી હતી.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

મેક્સિકો અને પોલેન્ડ ટીમના ફેન્સ

આ હતી મેક્સિકો અને પોલેન્ડની ટીમો

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.