FIFA World Cup 2022 Match Report: ફ્રાંન્સે શરુઆતમાં જ બે મેચોમાં જીત મેળવી લીધી હતી અને તેમણે આગળના તબક્કામાં સ્થાન મેળવી લીધુ હતુ. જેને લઈ હાર છતાં પણ કોઈ જ ફરક પડ્યો નહીં.

TUN વિ FRA અને AUS વિ DEN મેચ રિપોર્ટ
ફિફા વર્લ્ડ કપ 2022: ઉલટફેર ભરેલી મેચોના પ્રથમ રાઉન્ડ પછી, કતાર વર્લ્ડ કપ 2022 માં છેલ્લા ગ્રુપ રાઉન્ડની મેચોમાં એક જ રાતમાં બે અપસેટ જોવા મળ્યા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને તેની છેલ્લી મેચમાં ટ્યુનિશિયાના હાથે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી ઘડી સુધી ચાલેલા ડ્રામા બાદ ટ્યુનિશિયા કોઈક રીતે જીત મેળવવામાં સફળ રહ્યું હતું. જો કે, આ મોટી જીત છતાં, તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, કારણ કે તે જ સમયે ચાલી રહેલી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પણ અપસેટ કર્યો હતો અને ડેનમાર્કને 1-0થી હરાવ્યુ હતો.