મહિસાગર (લુણાવાડા)43 મિનિટ પહેલા
- કૉપી લિંક

આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી-2022ને ધ્યાનમાં રાખી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા-જુદા પ્રકારની જનજાગૃતિ અર્થેની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વી.ડી.માયાવંશી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની થીમ આધારીત મોકપોલ યોજવામાં આવી હતી. તો અન્યમાં કડાણા તાલુકાના કન્યા નિવાસી શાળા લીંભોલા ખાતે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો.

વી.ડી.માયાવંશી હાઈસ્કૂલ ખાતે મોકપોલ
મહીસાગર જિલ્લાની વી.ડી.માયાવંશી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની થીમ આધારીત મોકપોલ યોજવામાં આવી હતી. અને જાણે કે વાસ્તવિક મતદાન યોજાઈ રહ્યું હોય તે રીતે અમુક બાળકો મતદાતા બન્યા અને અન્ય બાળકો ચુંટણી કામગીરી કરતા કર્મચારી અને અધિકારીઓ બન્યા,આમ ચુંટણી પંચના તમામ નિયમોનુ તથા યાઈડલાઈન મુજબ મતદાનની પ્રક્રીયા થાય તે રીતે મોકપોલનું આયોજન થંયુ.જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


કન્યા નિવાસી શાળા લીંભોલા ખાતે ચિત્ર સ્પર્ધા
કડાણા તાલુકાના કન્યા નિવાસી શાળા લીંભોલા ખાતે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય માર્ગદર્શન તેમજ શાળા પરિવારના તમામ શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓને ચૂંટણીલક્ષી તમામ બાબતોથી પરિચિત કરાવવાના હેતુ સાથે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળા પરિવાર દ્વારા “ચિત્ર સ્પર્ધા”મતદાન જાગૃતતા સંદર્ભે બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં બાળકો તો જાગૃત થશે જ સાથે સાથે પોતાના વાલીઓને પણ મતદાનના મહત્વ વિશે સમજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકશાહીના આ પર્વમાં પ્રત્યેક નાગરિકનો મત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે અંગે શિક્ષકો દ્વારા બાળકોને ચૂંટણીલક્ષી સમજ પુરી પાડી ખુબ જ સરાહનીય કામગીરી કરાઇ હતી.

