Tuesday, November 29, 2022

વિધાનસભા ચૂંટણી ટાણે સિંધરોટ ગામમાંથી ડ્રગ્સની ફેકટરી પકડાઈ, FSL અને ATS સહિતની ટીમો તપાસ માટે પહોંચી | Drug factory caught in Sindhrot village ahead of assembly elections, teams including FSL and ATS reach for investigation

વડોદરા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આખી રાત ATSની કાર્યવાહી ચાલશે - Divya Bhaskar

આખી રાત ATSની કાર્યવાહી ચાલશે

વડોદરા ગ્રામ્ય વિસ્તારના સિંધરોટ ગામમાંથી ડ્રગ્સની ફેકટરી પકડાઈ છે. છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીમાં ડ્રગ્સનું રો મટિરિયલ પકડાયું કે કેમિકલ તેની તપાસ ATSની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. એફએસએલની ટીમને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે. એફએસએલની ટીમ સાથે વડોદરા એસઓજી પોલીસ અને તાલુકા પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

આખી રાત ATSની કાર્યવાહી ચાલશે
એફએસએલની ટીમે ડ્રગ્સનો જથ્થો પેક કરવા પ્લાસ્ટિકના ડબ્બા પણ મંગાવ્યા છે. આખી રાત ATSની કાર્યવાહી ચાલશે. ડ્રગ્સની ફેક્ટરી કોણ ચલાવતો હતો, કેટલા સમયથી ડ્રગ્સ બનતું હતું તેની તપાસ ATS કરી રહી છે. ડ્રગ્સ ક્યાં મોકલવામાં આવતું હતું અને ક્યાંથી મટિરિયલ આવતું હતું તે પણ ATS તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ પણ વડોદરાના સાવલીમાંથી બે જુદી જુદી ફેક્ટરીઓમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: