ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજથી બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતના વરાછામાં જંગી જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે પાટીદાર મતદારોના ગઢ સમાન વિસ્તાર વરાછામાં જણાવ્યું હતું કે, દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણુ સુરત છે. કોઈ એવો વિષય નહીં હોય જેમા સુરત પાછળ હોય. ભાવનગરમાં સમૂહલગ્નોત્સવમાં પણ મને સુરતની સુવાસ દેખાતી હતી. એ લગ્નસમારોહમાં પણ સુરત મહેંક્તુ હતુ.

પીએમ મોદી સુરત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજથી બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતના વરાછામાં જંગી જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે પાટીદાર મતદારોના ગઢ સમાન વિસ્તાર વરાછામાં જણાવ્યું હતું કે, દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણુ સુરત છે. કોઈ એવો વિષય નહીં હોય જેમા સુરત પાછળ હોય. ભાવનગરમાં સમૂહલગ્નોત્સવમાં પણ મને સુરતની સુવાસ દેખાતી હતી. એ લગ્નસમારોહમાં પણ સુરત મહેંક્તુ હતુ. રક્તદાન શિબિરમાં રેકોર્ડમાં પણ સુરત આગળ હોય. મોટા મોટા સરોવરો બનાવવાાના હોય તો પણ સુરત આગળ હોય. સોલાર એનર્જીનું અભિયાન ચલાવવાનુ હોય તો પણ સુરત અગ્રેસર હોય. એક સમય હતો જ્યારે સુરતને દુનિયાભરમાં બદનામ કરવામાં આવ્યુ હતુ. આજે સુરતે પોતાના પુરુષાર્થથી આખુ ગુજરાત ગર્વ કરે તેવી સુરતની સુરત બનાવી છે. દુનિયાના આગળ વધી રહેલા 10 શહેરોમાં એક આપણુ સુરત છે. આ એમનેમ નથી બન્યુ, પગ વાળીને બેઠા નથી, પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે.