ભાજપે (BJP) 182 બેઠકો પર ગ્રહોની સ્થિતિને ધ્યાને રાખીને રાશિ પ્રમાણે ઉમેદવારોને ચૂંટણીની ટિકિટ આપી હોવાનું જોવા મળી રહ્યુ છે. સૌથી વધુ મિથુન રાશિના 27 ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 GFX
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની એક આંખે ઉડીને વળગે એવી બાબત સામે આવી છે. ભાજપે 182 બેઠકો પર ગ્રહોની સ્થિતિને ધ્યાને રાખીને રાશિ પ્રમાણે ઉમેદવારોને ચૂંટણીની ટિકિટ આપી હોવાનું જોવા મળી રહ્યુ છે. સૌથી વધુ મિથુન રાશિના 27 ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ગુજરાત ઇલેકશન 2022 : સૌથી વધુ મિથુન રાશિના 27 ઉમેદવાર
ભારતમાં ગ્રહો પ્રમાણે ચાલતું શાસ્ત્ર જેની અસરોને રાજકીય પાર્ટી ભાજપ પોતાના ફાયદા માટે ઉપયોગમાં લઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ 2022 વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મિથુન રાશિના ઉમેદવારોને 27 બેઠકો આપી છે. બીજા નંબરે કુંભ રાશિના 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. એ પછી ક્રમશઃ અન્ય રાશિના ઉમેદવારોને પણ બેઠકો અપાઈ છે. ક્રમશઃ ગ્રહોની સ્થિતિને ધ્યાને લઇને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે.
ગુજરાત ઇલેકશન 2022 : ગ્રહોની દશાઓને આધારે બેઠક ફાળવાઇ
હાલની ગ્રહોની સ્થિતિ મુજબ રાશિઓને ચાલતી દશા જેમાં ગુરુ ગૃહસ્પતિ, શનિ ગ્રહ, શુક્ર અને બુદ્ધ ગ્રહની ચાલતી સારી દશાઓને ધ્યાને લઈને આ બેઠકો ફાળવવામાં આવી હોય એવું માનવામાં આવી રહ્યુ છે. જો કે એન્ટીનસી ફેક્ટર સામે પણ ભારતીય જનતા પાર્ટીનું રાજકીય ગણિત અને ગ્રહોનું ગણિત સમીકરણ રૂપે સકારાત્મક પરિણામો લાવે એ હાલની સ્થિતિએ કહેવું જરા મુશ્કેલ છે.
અમુક ગ્રહોના એક સ્થાન ઉપર એકત્ર થવાથી કોઈનો રાજયોગ બને છે તો કોઈનો લક્ષ્મી રાજયોગ બને છે તો કોઈના વારા ન્યારા થાય એ પ્રકારના પણ યોગ બની રહ્યા છે. ઉમેદવારોની પસંદગી ને જોતા ગ્રહોની સકારાત્મક પરિસ્થિતિ મુજબ શું ભાજપનું ગણિત 2022 વિધાનસભાની ચૂંટણીમાં નિર્ધારિત કરેલી બેઠકો સુધી પહોંચશે કે કેમ એ બાબત જ્યોતિષીઓથી વધુ સચોટ રીતે કોઈ ન કહી શકે. પરંતુ રાજકીય તેમજ જ્ઞાતિ અને જાતિનું સમીકરણ પણ રાજકારણમાં અને ચૂંટણીની લડાઈમાં હોવું ખૂબ જરૂરી છે.