Gujarat Election 2022: વડોદરા જિલ્લાની 3 બેઠક પર ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વડોદરા જિલ્લાની 3 બેઠક પર ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત શરુ થઇ ગઇ છે. ભાજપના જુના જોગીઓના બળવાને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 12, 2022 | 4:53 p.m

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વડોદરા જિલ્લાની 3 બેઠક પર ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત શરુ થઇ ગઇ છે. ભાજપના જુના જોગીઓના બળવાને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. વાઘોડીયા બાદ કરજણમાં હોદ્દેદારોની બેઠક મળી હતી. ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની હાજરીમાં આ બેઠક મળી હતી. કરજણ પર પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલનુ પત્તુ કપાતા નારાજગી છે. ત્યારે કરજણના દબંગ ધારાસભ્ય સતિષ પટેલના બળવાને ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ગુજરાત ઇલેકશન 2022 :જેમાં આદિજાતિ મોર્ચા ગુજરાત પ્રદેશ પ્રમુખે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં હર્ષદ વસાવાએ અપક્ષમાં ઉમેદવારી કરતા ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષદ વસાવાના ઘરે જશે. જ્યારે આ ઉપરાંત કોંગ્રેસના 100 કાર્યકરો સંઘવીની હાજરીમાં ભાજપમાં જોડાશે . જ્યારે બીજા નારાજ ભાજપ નેતા સતીશ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, બેઠકની મને પાર્ટી તરફથી કોઇ જાણ કરાઇ નથી. તેમજ પાર્ટીને મારી જરૂર નથી તો મને પણ પાર્ટીની જરૂર નથી .