Friday, November 25, 2022

Gujarat Election 2022 : નરોડામાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું 32 વર્ષ સુધી જે પાર્ટીએ સરકાર નથી બનાવી તો કામ ક્યારે કર્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે.  જેમાં સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. જેમાં અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર બને છે

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 25, 2022 | 11:18 p.m

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે.  જેમાં સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. જેમાં અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર ભાઇ અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર બને છે. તેમજ છેલ્લા 32 વર્ષમાં કોંગ્રેસ એક પણ ચૂંટણી જીતી નથી. તેમજ 32 વર્ષ સુધી જે પાર્ટીએ સરકાર નથી બનાવી તો કામ ક્યારે કર્યું. તેમજ કામ બોલે છે ત્યાં પંજો ખોટો લગાડયો ત્યાં કમલ લગાવી કહો કામ બોલે છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 2036માં ઓલમ્પિક અમદાવાદમાં થાય તેવી ભાજપ સરકારની તૈયારી છે. તેમજ તેમણે સભામાં આમ આદમી પાર્ટી પણ પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સેનાએ કરેલી એર સ્ટ્રાઈકના AAP અને કોંગ્રેસે પૂરાવા માગ્યા હતા. સેનાના પરાક્રમના પૂરાવા ન હોય તેવું આ લોકોને કોણ સમજાવે.

આ ઉપરાંત.  અમિત શાહે આજે ખેડા જિલ્લાના મહુધા અને દાહોદ જિલ્લાના ઝાલોદમાં સભાઓ ગજવી. જેમાં તેમણે કોંગ્રેસને વિવિધ મુદ્દે આડે હાથ લીધી. અમિત શાહે કોરોનાની વેક્સીનના મુદ્દે કોંગ્રેસના સમયગાળામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને અમિત શાહે આકરા પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડાના મહુધામાં જાહેર સભાને સંબોધી ફરી એક વખત કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં ફટકારતા કહ્યું કે સોનિયા-મનમોહનની આગેવાની હેઠળનું કોંગ્રેસનું શાસન એ કૌભાંડો અને ભ્રષ્ટાચારનું શાસન હતું. કોંગ્રેસના રાજમાં ગણ્યા ગણાય નહીં તેવા એટલા બધા કૌભાંડ થયા કે કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નથી અને ભાજપના રાજમાં જણાતા નથી. તેમણે મહુધાના મતદારોને ભાજપને જંગી બહુમતિથી જીતાડવા હાકલ કરતા કહ્યું કે તમે ચૂંટેલા ધારાસભ્ય ફક્ત વિરોધ જ કરે છે, આથી હવે તમે વિરોધ કરનારા નહીં, પરંતુ વિકાસ કરનારા નેતાને જ ચૂંટજો.