Friday, November 25, 2022

Netherlands vs Ecuador : ફિફા વર્લ્ડકપ 2022ની છઠ્ઠી ડ્રો મેચ, નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો

FIFA World cup 2022 Netherlands vs ecuador match report : વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો એ યાદીમાં નેધરલેન્ડસની ટીમ 10માં સ્થાને છે. જ્યારે ઈકવાડોરની ટીમ 46માં સ્થાને છે.

Netherlands vs Ecuador : ફિફા વર્લ્ડકપ 2022ની છઠ્ઠી ડ્રો મેચ, નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો

FIFA વર્લ્ડ કપ 2022 નેધરલેન્ડ વિ એક્વાડોર મેચ રિપોર્ટ

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ફિફા વર્લ્ડકપ 2022ની 19મી મેચ આજે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ઈકવાડોર અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો રહી છે.વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો એ યાદીમાં નેધરલેન્ડસની ટીમ 10માં સ્થાને છે. જ્યારે ઈકવાડોરની ટીમ 46માં સ્થાને છે.

જે ફિફા વર્લ્ડકપની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

આ હતી ઈકવાડોર અને નેધરલેન્ડની ટીમો

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.