Gujarat Election 2022 : Porbandar ની કુતિયાણા બેઠક પર અસમંજસની સ્થિતિ, NCPમાંથી કાંધલ જાડેજાએ ઉમેદવારી કરી હોવાનો દાવો

કોંગ્રેસ અને NCP કુતિયાણા બેઠકને લઇને અસમંજસની સ્થિતિમાં છે ત્યારે ગઇકાલે કોંગ્રેસમાંથી નાથા ઓડેદરાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. અને આજે NCPમાંથી કાંધલ જાડેજાએ મેન્ડેટ વગર પ્રફુ્લ પટેલની સૂચનાથી ઉમેદવારી કરી હોવાનો દાવો કર્યો છે

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવે 11, 2022 | 4:29 p.m

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે.કોંગ્રેસ અને NCPના ગઠબંધન બાદ પોરબંદરની કુતિયાણા બેઠક પર અસમંજસની સ્થિતિ સર્જાઇ છે.કોંગ્રેસ અને NCP કુતિયાણા બેઠકને લઇને અસમંજસની સ્થિતિમાં છે ત્યારે ગઇકાલે કોંગ્રેસમાંથી નાથા ઓડેદરાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. અને આજે NCPમાંથી કાંધલ જાડેજાએ મેન્ડેટ વગર પ્રફુ્લ પટેલની સૂચનાથી ઉમેદવારી કરી હોવાનો દાવો કર્યો છે. નાથા ઓડેદરાએ કોંગ્રેસનું મેન્ડેટ મળ્યુ હોવાનો દાવો કર્યો છે.તો બીજી તરફ ભાજપ હજુ પણ કુતિયાણા બેઠકને લઇને અવઢવમાં છે.


Previous Post Next Post