ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કમલમ પહોંચ્યા છે. જેમાં અમિત શાહ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ કમલમ પહોંચ્યા છે. જ્યારે સી. આર. પાટીલ, પ્રદીપ સિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો સાથે બેઠક શરૂ કરવામાં આવી છે.

ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હવે બાકીના 16 ઉમેદવારોના નામ આજે જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ અને હિમંતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરાઇ શકે છે. તો ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટા બેન પટેલને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા ડી ડી પટેલને ટિકિટ મળી શકે છે. રાધનપુરમાં લવિંગજી ઠાકોર રેસમાં આગળ છે. તો પાટણમાં રણછોડ રબારી અને કે.સી.પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.
જ્યારે વડોદરાના સિનિયર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કમલમ પહોંચ્યા છે. વડોદરા જિલ્લામાં ભાજપના 3 ધારાસભ્ય નારાજ થતાં ભાજપમાં ભાગદોડ મચી છે. અમિત શાહે રાજેન્દ્ર ત્રિવેદીને ચર્ચા કરવા બોલાવ્યા છે. તેમજ વાઘોડિયાના સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. તેમજ રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાતા તેઓ ખુદ નારાજ ચાલી રહ્યા છે. વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ અને દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. વડોદરાના માંજલપુર અને સયાજીગંજના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. તેમજ બંને સીટોના સીટિંગ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા છે.
0 Komentar