Gujarat Election 2022 : પીએમ મોદીએ ગુજરાત ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું, કહ્યું હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના નાનાપોંઢામાં સભાને સંબોધી. જેમાં તેમણે કહ્યુ કે મે ચૂંટણીની જાહેરાત પછી પહેલી સભા આદિવાસી વિસ્તારમાં કરવાનું નક્કી કર્યુ. મારે માટે A ફોર આદિવાસી, મારી એબીસીડી ત્યાંથી જ શરુ થાય છે. આ ચૂંટણીમાં ભાજપ મારી પાસે જેટલો સમય માગશે તેટલો આપીશ. હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ.

Gujarat Election 2022 : પીએમ મોદીએ ગુજરાત ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું, કહ્યું હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ

પીએમ મોદી ગુજરાત

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 06, 2022 | 3:47 p.m

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના નાનાપોંઢામાં સભાને સંબોધી. જેમાં તેમણે કહ્યુ કે મે ચૂંટણીની જાહેરાત પછી પહેલી સભા આદિવાસી વિસ્તારમાં કરવાનું નક્કી કર્યુ. મારે માટે A ફોર આદિવાસી, મારી એબીસીડી ત્યાંથી જ શરુ થાય છે. આ ચૂંટણીમાં ભાજપ મારી પાસે જેટલો સમય માગશે તેટલો આપીશ. હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છુ. નરેન્દ્ર કરતા ભુપેન્દ્રના રેકોર્ડ જોરદાર થાય તેના માટે મારે કામ કરવુ છે. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે.