Sunday, November 6, 2022

Gujarat Election: ચૂંટણીની જાહેરાત બાદ અધિકારીના ટ્રેનિંગ સેશન્સ શરૂ કરાયા, રજુઆત અને ફરિયાદ કે માટે હેલ્પ લાઇન નંબર જાહેર

મળતી માહિતી પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા પોલિટિકલ પાર્ટી (political party) માટે સિંગલ વિન્ડો શરૂ કરી દેવામાં આવી છે. જેથી વિવિધ પાર્ટી સભા અને રેલી માટે ત્યાંથી મંજૂરી મેળવી શકે અને પ્રક્રિયા સરળ બને. સાથે જ ઓફિસરની એક ટ્રેનિંગ સેશન્સ કરવામાં આવ્યા છે અને રિટર્ન ઓફિસરની ટ્રેનિંગ પણ થઈ ગઈ છે.

Gujarat Election: ચૂંટણીની જાહેરાત બાદ અધિકારીના ટ્રેનિંગ સેશન્સ શરૂ કરાયા, રજુઆત અને ફરિયાદ કે માટે હેલ્પ લાઇન નંબર જાહેર

ચૂંટણીની જાહેરાત બાદ અધિકારીના ટ્રેનિંગ સેશન્સ શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. વિધાનસભા 2022 ચૂંટણીની જાહેરાત થતા અમદાવાદ શહેર અને જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન પણ શરૂ કરી દેવાયુ છે. એટલું જ નહીં, પરંતુ મતદારોને કોઈપણ રજૂઆત કરવી હોય કે ફરિયાદ કરવી હોય તેના માટે વિશેષ કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. એટલું જ નહીં પરંતુ અધિકારીઓના જરૂરી ટ્રેનિંગ સેશન્સ પણ શરૂ કરી દેવાયા છે.

રજુઆત અને ફરિયાદ માટે હેલ્પ લાઇન નંબર જાહેર

વિધાનસભા 2022ની ચૂંટણીની જાહેરાત થતા રાજ્યમાં તંત્ર વિવિધ કામગીરીમાં લાગ્યું છે, તે પછી આચાર સંહિતાના પાલનની વાત હોય કે પછી વ્યવસ્થાને લઈને અધિકારી ઓની મીટિંગોનો દોર હોય. મળતી માહિતી પ્રમાણે જિલ્લા તંત્ર દ્વારા પોલિટિકલ પાર્ટી માટે સિંગલ વિન્ડો શરૂ કરી દેવામાં આવી છે. જેથી વિવિધ પાર્ટી સભા અને રેલી માટે ત્યાંથી મંજૂરી મેળવી શકે અને પ્રક્રિયા સરળ બને.

સાથે જ ઓફિસરની એક ટ્રેનિંગ સેશન્સ કરવામાં આવ્યા છે અને રિટર્ન ઓફિસરની ટ્રેનિંગ પણ થઈ ગઈ છે. ઉપરાંત એક્સપેન્ડિચર વર્કની નિમણૂક ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત EVM રેન્ડમાઇઝેશનનો પ્રથમ તબક્કાના ઇવીએમ રેન્ડરાઈઝેશનની કામગીરી અમદાવાદ જિલ્લામાં કરવામાં આવવાની છે, જેની પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

એટલુ જ નહિ પણ ટોલ ફ્રી નંબર 1800 233 2367 નંબર પણ એક્ટિવેટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 1950 ટોલ ફ્રી નંબર પણ ચાલુ છે. જેના પર લોકો કોલ કરી ઇલેક્શન રિલેટેડ અને મતદારયાદી રિલેટેડ માહિતી માટે ફરિયાદ અને રજૂઆત કરી શકાશે. આ ઉપરાંત મહત્તમ લોકો વોટ કરે તેના માટે ઓન લાઇન પ્લેજ લેવા માટેની સગવડ પણ શરૂ કરવામાં આવી છે. તેની અંદર પણ અમદાવાદ તરફથી મહત્તમ લોકો વોટ કરશે તે માટેની કાર્યવાહી પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી છે.

મીડિયામાં ચાલતી ખબરો અને તેમાં આચાર સંહિતાનો ભંગ ન થાય તેના પર નજર રાખવા મીડિયા મોનીટરીંગ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. આમ ચૂંટણી જાહેર થતા અમદાવાદ શહેર અને જિલ્લા તંત્ર સહિત રાજ્યભરમાં તંત્ર કામગીરીમાં જોતરાયું છે. ત્યારે દરેક લોકો આશા રાખી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી કોઈપણ અડચણ વગર અને હાલાકી વગર પૂર્ણ થાય.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.